March 23, 2026
ઈન્ટરનેશનલ

અમેરિકાના ન્યૂયોર્ક એરપોર્ટ પર મોટો અકસ્માતઃ લેન્ડિંગ વખતે પ્લેન ટ્રક સાથે ટકરાયું

Spread the love


લાગાર્ડિયા એરપોર્ટ પર એર કેનેડાનું વિમાન અકસ્માતનો શિકાર, રનવે પર અફડાતફડી

મિડલ ઈસ્ટમાં જંગ વચ્ચે અમેરિકાના ન્યૂયોર્કમાં એક પ્લેન ક્રેશ થવાના સમાચારથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ન્યૂ યોર્ક સિટીના ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન તરફથી મળતી માહિતી અનુસાર લાગાર્ડિયા એરપોર્ટને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે અને એના પાછળ એક વિમાન અને ફાયર ટ્રક વચ્ચેની ટક્કર કારણભૂત છે. આ વિમાન કેનેડાથી ન્યૂયોર્ક આવી રહ્યું હતું. વિમાને મોન્ટલિયલ ટ્રુડો ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને એમાં 100 જેટલા પ્રવાસી સવાર હતા. વિમાનના લેન્ડિંગ પછી રનવે પર જઈ રહ્યું હતું ત્યારે અકસ્માતનો શિકાર બન્યું.

સોશિયલ મીડિયા પર પણ વિમાનના વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. આ અકસ્માત એરપોર્ટના ટેક્સીવે પર થયો, જે ચાર નંબર રનવે પર થયો હતો. અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટક્કર પછી એરપોર્ટને અમુક સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ ટેકિંગ ડેટાના દાવા અનુસાર ફ્લાઈટ એક ફાયર ટ્રકને રનવે પાર કરતી વખતે ટકરાયું હતું, જ્યારે ટ્રક ગેટ તરફ જઈ રહ્યું હતું.


ઘટનાસ્થળના વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે એર કેનેડા એક્સપ્રેસનું વિમાનને ગંભીર નુકસાન થયું છે. અકસ્માત પછી પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારીને રનવે પરથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 70 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, બે જણનાં મોત થયા હોવાનું કહેવાય છે. આ અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ફ્લાઈટરડાર 24ના અહેવાલ અનુસાર આ અકસ્માતમાં અમુક પ્રવાસી જખમી થયા છે, જ્યારે ઘટના સંબંધિત વીડિયોમાં પણ જોવા મળ્યું હતું કે પ્લેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. એર કેનેડાની સીઆરજે-900 અને ફાયર એન્જિનની વચ્ચે ટક્કર થઈ હતી. હાલના તબક્કે આ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું હોવાથી લાગાર્ડિયા એરપોર્ટથી જનારી ફ્લાઈટ્સને જોન ઓફ કેનેડી અને બીજા ઈન્ટરનેશનલ એરપોર્ટથી મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!