July 1, 2025
નેશનલ

આજથી દેશમાં આ પાંચ ક્ષેત્રે થયા મોટા ફેરફાર, જાણો કોને થશે રાહત?

Spread the love

નવી દિલ્હીઃ દેશભરમાં આજે પહેલી તારીખથી થયા મોટા ફેરફાર અને આજથી જૂન મહિનામાં નવા નિયમો લાગુ પડશે, તેનાથી જાહેર જનજીવન પર અસર પડશે. રસ્તા પરના વાહનોથી લઈને ગૃહિણીઓના રસોડા પર પણ અસર થશે, તેનાથી જાહેર જનતાની રોજિંદી કામગીરી સંબંધિત છે. સૌથી પહેલા એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમનો સમાવેશ થાય છે. નવા પાંચ ફેરફારોમાં LPG સિલિન્ડરના કમર્શિયલ ભાવ, એટીએફના ભાવ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને આધાર કાર્ડ સંબંધિત છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે. આજે સવારે છ વાગ્યાથી નવા ભાવ વધારા લાગુ પડશે. નવા ફેરફારને કારણે 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવ 69.50, કોલકાતામાં 72, મુંબઈમા 69.50 અને ચેન્નઈમાં 70.50 રુપિયા સસ્તા થયા છે.
ઓઈલ કંપનીઓએ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની સાથે એવિયેશન ક્ષેત્રે વપરાતા ઇંધણ એટીએફ (એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ)ના ભાવમાં ફેરફાર કર્યા છે, જેથી હવાઈ ક્ષેત્રે અસર થશે. આઈઓસીના જણાવ્યાનુસાર દિલ્હીમાં એટીએફના ભાવ 1,01,643 રુપિયાથી ઘટાડીને 94,969 પ્રતિકિલોલિટર કરવામાં આવ્યા છે.
ત્રીજા ફેરફારમાં ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે કરવામાં આવ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડને લઈ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમ બદલ્યા છે, જે એસબીઆઈએ અમુક ક્રેડિટ કાર્ડ માટે સરકાર સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ લાગુ નહીં પડે. સ્ટેટ બેંકના ઓરમ, એસબીઆઈ કાર્ડ એલિટ, એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ અને એસબીઆઈ કાર્ડ પલ્સ, સિમ્પલીક્લિક એસબીઆઈ કાર્ડ અને એસબીઆઈ કાર્ડ પ્રાઈમ સહિત અન્યનો સમાવેશ થાય છે.
ચોથા ફેરફારમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધિત છે. આજથી ખાનગી ડ્રાઈવિંગ સ્કૂલમાં પણ ડ્રાઈવિંગ ટેસ્ટ કરવામાં આવશે. આ અગાઉ ટેસ્ટ ફક્ત આરટીઓ તરફથી નોમિનેટ સરકારી સેન્ટરમાં થતો હતો. હવે ખાનગી ડ્રાઈવિંગ સ્કૂલમાં લાઈસન્સ માટે અરજી કરનારાના ડ્રાઈવિંગ ટેસ્ટ થશે અને લાઈસન્સ જારી કરવામાં આવશે. જોકે, ટેસ્ટ પ્રક્રિયા ફક્ત ખાનગી ઈન્સ્ટિટયૂટમાં થશે, જેને આરટીઓએ માન્યતા આપી હશે. એનાથી સૌથી મહત્ત્વની બાબત 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર કાર યા ટૂ-વ્હિલર ચલાવતા પકડાશે 25,000 રુપિયાનો દંડ થશે. એટલું જ નહીં, 25 વર્ષ સુધી લાઈસન્સ પણ ઈશ્યૂ નહીં કરી શકાય.
પાંચમો ફેરફાર 14મી તારીખથી લાગુ પડશે. આધાર કાર્ડને લઈ ફેરફાર કરવામાં આવ્યો છે. યુઆઈડીએઆઈએ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન વધારીને 14 જૂન કરી છે અને આ અગાઉ પણ ડેડલાઈન વધારી છે.જોકે, હવે એના પછી ડેડલાઈન વધારવાની શક્યતા ઓછી છે . એના પછી આધાર કેન્દ્રમાં જઈને અપડેટ કરવા માટે નાગરિકે પ્રત્યેક આધાર કાર્ડ માટે 50 રુપિયા આપવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!