જાગૃત નાગરિક તરીકે જાણી લો આજથી અમલી નવા કાયદાઓ
ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ કહેવામાં આવશે, જે અગાઉના જૂના કાયદાનું સ્થાન લેશે. ભારતીય દંડ સંહિતા (1860), ફોજદારી પ્રક્રિયાની સંહિતા (1898) અને ભારતીય પુરાવા અધિનિયમ (1872)ને બદલશે. નવા કાયદા અમલી બનાવવાની સાથે તેમાં સમાવેલી કલમોનો ક્રમ પણ બદલાશે. અંગ્રેજોના જમાનાથી લાગુ આ જૂના કાયદા આજથી બદલાશે, જે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યા હતા.
નવા ફેરફારો અનુસાર ત્રણ નવા ફોજદારી કાયદા ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ 2023, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ 2023 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ 2023 હવે ઈન્ડિયન પીન કોડ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લીધું છે, જે પહેલી જુલાઈ, 2024થી લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
આઈપીસી એટલે ઈન્ડિયન પીનલ કોડ તરીકે ઓળખાતા કાયદામાં 511 કલમ છે, જ્યારે તેની જગ્યાએ આવેલા ભારતીય ન્યાય સંહિતામાં 358 કલમ છે. સીઆરપીસીમાં 484 કલમ હતી, જ્યારે હવે તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમ ઉમેરાઈ છે. ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં 166 કલમ હતી, જ્યારે તેને સ્થાને આવેલા ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં 170 કલમ છે.
આઈપીસી કલમ 302 અન્વયે હત્યાનો ગુનો નોંધાય છે, જ્યારે નવા લાગુ થયેલા કાયદામાં હત્યાની કલમ 103 (એ) ગણાશે. આજથી હત્યાના કેસમાં કલમ 103(એ) લાગુ પડશે. આ ઉપરાંત, છેતરપિંડી માટે આઈપીસી કલમ 420 લાગુ પડે છે, પરંતુ હવે નવા કાયદા અન્વયે છેતરપિંડી માટે કલમ 318 લાગુ પડશે.
અન્ય મહત્ત્વની કલમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જેમ કે કલમ 124 રાજદ્રોહ સંબંધિત કેસમાં જોગવાઈ હતી, પરંતુ નવા કાયદા હેઠળ રાજદ્રોહને બદલે નવો શબ્દ દેશદ્રોહ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણમાં સાતમાં દેશદ્રોહને રાજ્ય વિરુદ્ધ ગુનાની શ્રેણીમાં સમાવિષ્ટ કર્યા છે.
આઈપીસીની કલમ 144 ઘાતક શસ્ત્રોથી સજ્જ ગેરકાયદે એસેમ્બલીમાં જોડાવવા વિશે હતી. ભારતીય ન્યાયિક સંહિતાના પ્રકરણમાં અગિયારમાં આ કલમને જાહેર શાંતિ વિરુદ્ધ ગુનાની કેટેગરીમાં મૂકી છે. બળાત્કારને સંડોવનારા ગુના માટેની સજા આઈપીસીની કલમ 376 હતી. હવે ભારતીય ન્યાય સંહિતામાં તેને પ્રકરણ પાંચમાં મહિલાઓ અને બાળકો સામેના અપરાધોની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. નવા કાયદામાં બળાત્કાર સંબંધિત ગુનાઓ માટે કલમ 63માં સજાની વ્યાખ્યા કરી છે, જ્યારે ગેંગ રેપ, આઈપીસી કલમ 376ડીને નવા કાયદાની કલમ 70માં સામેલ કર્યો છે.
માનહાનિના કેસમાં આઈપીસીની કલમ 399નો ઉપયોગ કરવામાં આવતો હતો. નવા કાયદામાં પ્રકરણ 19 હેઠળ તેને ફોજદારી ધમકી, અપમાન, બદનક્ષી ઈત્યાદિમાં સ્થાન આપ્યું છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 356માં માનહાનિ રાખી છે.
નવા કાયદા અનુસાર ગુના કિસ્સામાં સુનાવણી પૂરી થયાના 45 દિવસમાં ચુકાદો આવશે. પહેલી સુનાવણીના 60 દિવસમાં આરોપ ઘડવામાં આવશે, જ્યારે તમામ રાજ્ય સરકારોને પુરાવાની સુરક્ષા અને સહકાર આપવા માટે ઈન્ડિયન એવિડન્સ એક્ટે સ્થાન લીધું છે.
એ જ રીતે બળાત્કાર પીડિતના નિવેદન પોલીસ અધિકારી પીડિતાના માતાપિતા અથવા સંબંધીની હાજરીમાં નોંધવાનું રહેશે, જ્યારે મેડિકલ રિપોર્ટ પણ સાત દિવસમાં કરવાનો રહેશે. ઉપરાંત, સગીરની સાથે ગેંગરેપ માટે ફાંસી અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.
