હવે નેપાળે MDH & EVERESTના મસાલા પર મૂક્યો પ્રતિબંધ
નવી દિલ્હીઃ ભારતીય મસાલામાં કથિત કેમિકલના મિશ્રણ કરવાના સહિત અન્ય મુદ્દો દિવસે દિવસે ગંભીર સ્વરુપ પકડતું જાય છે. હોંગકોંગ અને સિંગાપોર સહિત અન્ય દેશોમાં પ્રતિબંધ મૂકાવાના અહેવાલ વચ્ચે હવે ભારતના પડોશી દેશ નેપાળે પણ પ્રતિબંધ મૂક્યાની જાહેરાત કરી છે.
નેપાળના ફૂડ ટેકનોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગે કેન્સરના સંભવિત જોખમો સંબંધિત જરુરી ટેસ્ટ શરુ કર્યા છે, જેમાં ભારતની બ્રાન્ડના મસાલાનો સમાવેશ કર્યો છે. આ મસાલામાં એમડીએચ દ્વારા આયાત કરવામાં આવેલા સામાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિંગાપોર અને હોંગકોંગ પછી નેપાળે એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર કાર્યવાહી કરી છે.
એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં હાનિકારક રસાયણનું મિશ્રણ કરવાનનો આરોપ મૂકવામાં આવ્યા પછી નેપાળે એવરેસ્ટ અને એમડીએચના મસાલાના ઉપયોગ અને વેચાણમાં પ્રતિબંધ મૂક્યો છે. મીડિયાના અહેવાલ અનુસાર પ્રતિબંધ મૂકવાની સાથે નેપાળના ફૂડ ટેકનોલોજી અને ક્વોલિટી કટ્રોલ વિભાગે કેન્સરનું જોખમ ઊભું કરનારા એથિલીન ઓક્સાઈડ માટે બે ભારતીય બ્રાન્ડના મસાલાનું પરીક્ષણ પણ કર્યું છે.
નેપાળે હાલમાં એવરેસ્ટ અને એમડીએચ બ્રાન્ડના મસાલાની આયાતમાં પ્રતિબંધ મૂક્યો છે તેમ જ વેચાણમાં પ્રતિબંધ મૂક્યો છે. મસાલામાં હાનિકારક કેમિકલના મિશ્રણના અહેવાલ પછી કરવામાં આવી છે, જ્યારે ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં તેનું પરિણામ આવશે નહીં ત્યાં સુધી પ્રતિબંધ રહેશે, એમ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.
વાસ્તવમાં સિંગાપોર-હોંગકોંગની માફક નેપાળને પણ ભારતીય મસાલાની અમુક બ્રાન્ડમાં એથિલીન ઓક્સાઈડ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. અહીં એ જણાવવાનું કે એથિલીન ઓક્સાઈડ કેમિકલ છે, જે મનુષ્યમાં કેન્સરને જોખમ ઊભું કરવાનું કારણ બની શકે છે. ન્યૂઝીલેન્ડમાં તો તબક્કાવાર રીતે ભોજનમાં તેનો ઉપયોગ કરવાનું બંધ કરવામાં આવ્યું છે.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ ભારત સરકારના એફએસએસએઆઈ (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલાની ગુણવત્તાના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. એની સાથે ભારત સરકારે હોંગકોંગ અને સિંગાપોરના ફૂડ સેફ્ટી નિયામકો પાસેથી માહિતી માગી છે.
