July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

છત્તીસગઢના સુકમામાં નકસલવાદી હુમલો, બે જવાન શહીદ

Spread the love

છત્તીસગઢ: છત્તીસગઢથી મહત્વની માહિતી સામે આવી રહી છે. છત્તીસગઢના સુકમા ખાતે નકસલવાદી આઈઈડી બ્લાસ્ટ (Naxal IED Blast) થયો હોઈ એમાં બે જવાન શહીદ અને અનેક જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.

સિલ્ગેર અને ટેકલગુડમની વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો છે. CRPF જવાનોનો ટ્રક આ જ રસ્તા પરથી પસાર થવાની માહિતી મેળવીને જ નક્સલવાદીઓ દ્વારા આ હુમલો કર્યો હતો. આ બ્લાસ્ટમાં કોબ્રા બટાલિયનના બે જવાનો શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે. શહીદ જવાનોની ઓળખ ટ્રકના ડ્રાઈવર વિષ્ણુ આર અને સહ ચાલક શૈલેન્દ્ર તરીકે કરવામાં આવી છે.

CRPF જવાનોની ટૂકડી આ જ માર્ગ પરથી પસાર થવાની હોવાની માહિતી મળતાં જ નકસલવાદીઓ ઘાત લગાવીને બેઠા હતા. જવાનોને લઈને જઈ રહેલી ટ્રકને નકસલવાદીઓએ ટાર્ગેટ બનાવીને આ ધડાકો કર્યો હતો.

આ વિસ્ફોટમાં બે જવાન શહીદ થયા હોવાની માહિતી મળી રહી છે, જ્યારે કેટલાક જવાનોને ઈજા પહોંચી હોવાની પણ સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોઈ તેમના પર દવાખાનામાં સારવાર કરવામાં આવી રહી છે.

દરમિયાન ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી રહી હોઈ આ આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. જેમણે આ વિસ્ફોટ કર્યો છે એ નક્સલવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી હોવાની માહિતી પણ સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ દ્વારા આ હુમલા અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમણે હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે શહીદ જવાનોની શહાદત એળે નહીં જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલા પણ બીજાપુર જિલ્લાના વરિષ્ઠ અધિકારીની ગાડી પણ આઈઈડી (IED Blast) નો ભોગ બની ગઈ હતી. જોકે એ સમયે થયેલા આ હુમલામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!