મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નહીં પણ આ છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ…
આપણામાંથી ઘણા લોકોએ પોતાના જીવનમાં અત્યાર સુધીમાં હવાઈ મુસાફરી કરી જ હશે. જો તમને કોઈ પૂછે કે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ કયું તો કદાચ તમે કહેશો કે મુંબઈ એરપોર્ટ. જો તમારો પણ જવાબ આ જ હોય તો બોસ તમારો આ જવાબ સાવ ખોટો છે.
વાત કરીએ દુનિયાના મોટા એરપોર્ટની તો તે સાઉદી અરેબિયાના દમ્મમમાં આવેલું કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજજ આ એરપોર્ટ 776 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યારે મુંબઈમાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ 603 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે.
સાઉદી અરેબિયામાં આવેલા દુનિયાના વિશાળ એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટની ઈમારતની તો તે માત્ર 36.8 સ્ક્વેર કિલોમીટરના જગ્યામાં આવેલી છે. 300 સ્કવેર માઈલ્સમાં પથરાયેલું છે. કિંગ ફહદ એરપોર્ટનું કનસ્ટ્રકશન 1983માં શરૂ થયું હતું અને 28મી નવેમ્બર, 1999માં તેનું કામ પૂરું થયું હતું.
એક અનુમાન પ્રમાણે દર વર્ષે લાખો લોકો આ એરપોર્ટ પરથી અવર જવર કરે છે. એટલું જ નહીં પણ આ એરપોર્ટનું કન્ટ્રોલ ટાવર પણ તેને અન્ય એરપોર્ટ કરતાં અલગ પાડે છે. આ એરપોર્ટમાં 80 મીટર ઊંચું કન્ટ્રોલ ટાવર આવેલું છે અને આ ટાવરની ગણતરી ઊંચા ટાવરમાં કરવામાં આવે છે.
આ સિવાય આ એરપોર્ટ બે મોટા રનવે આવેલા છે જેના પરથી દુનિયાના સૌથી મોટા કમર્શિયલ ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડ કરી શકે છે. આ એરપોર્ટની બીજી વિશેષતાની વાત કરીએ તો આ એરપોર્ટમાં ત્રણ ટર્મિનલ આવેલા છે, જેમાં એક રેગ્યુલર ટ્રાવેલર, બીજા કર્મચારીઓ અને ત્રીજું રોયલ ફેમિલી માટેનું છે. મેઈન ટર્નિનલમાં તમને શોપ, રેસ્ટોરાં, બેંક સહિત અન્ય કેફેટરિયાની સુવિધા મળી રહે છે, પરંતુ રોયલ ટર્મિનલનો વપરાશ બહુ ઓછો હોય છે.
એક અંદાજમાં મુજબ પેસેન્જરના ટ્રાફિકની દૃષ્ટિએ ત્રીજો ક્રમ ધરાવે છે, જ્યારે વાર્ષિક ધોરણે પેસેન્જરની અવરજવરમાં એવરેજ 10 મિલિયન છે. ચોંકી ગયા ને દુનિયાના સૌથી મોટા એરપોર્ટ વિશેની આ રસપ્રદ માહિતી જાણીને? હવે જ્યારે તમને પણ કોઈ પૂછે કે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ કયું છે તો ચોક્કસ જ આ માહિતી શેર કરીને તેની સાથે પણ આ માહિતી શેર કરજો…