December 20, 2025
ટોપ ન્યુઝમુંબઈ

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ સુપ્રીમ કોર્ટની હાઈ કોર્ટના ચુકાદા પર રોક, તમામ આરોપીઓને નોટિસ

Spread the love


2006ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં મુક્ત કરાયેલા 12 આરોપીઓને લઈને મહારાષ્ટ્ર સરકારની અપીલ પછી સુપ્રીમ કોર્ટનો મહત્ત્વ ચુકાદો

મુંબઈ 2006માં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈ કોર્ટે 12 આરોપીને જેલમાંથી મુક્ત કર્યા હતા. આ કેસને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ ચુકાદાની સુનાવણી કરતા હાઈ કોર્ટના ચુકાદા પર રોક લગાવી. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચુકાદા પર રોક લગાવી તમામ આરોપીઓને નોટિસ જારી કરીને જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ચુકાદાને મિસાલ બનાવ દઈશું નહીં. મુંબઈમાં 2006માં સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 12 આરોપીને મુક્ત કર્યાં હતા. કોર્ટના આદેશ પછી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી તમામને મુક્ત કર્યાં હતા. હાઈ કોર્ટે આ ચુકાદા પર રોક લગાવી છે તેમ જ એક મહિનામાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

કેટલાક કાનૂની તારણો બાકી રહેલા MCOCA ટ્રાયલ્સને અસર કરી શકે
તુષાર મહેતાએ કહ્યું હતું કે રાજ્ય નિર્દોષ છૂટેલા લોકોને પાછા જેલમાં મોકલવા માંગતું નથી, પરંતુ ચિંતા વ્યક્ત કરી છે કે કેટલાક કાનૂની તારણો બાકી રહેલા MCOCA ટ્રાયલ્સને અસર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમુક આરોપી પાકિસ્તાની નાગરિક છે. સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે કે જે લોકો જેલમાંથી બહાર આવ્યા છે તેમને ફરી જેલમાં મોકલવામાં આવશે નહીં. હવે એ જોવાનું રહે કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ શું કરશે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દેવામાં આવશે કે તેને સમર્થન આપવામાં આવશે તે તો સમય જ કહેશે. આ મામલો ફક્ત એક કેસ નથી, પરંતુ મુંબઈના લોકોની લાગણીઓ અને ન્યાયમાં તેમની શ્રદ્ધાનો પ્રશ્ન છે.

બોમ્બ વિસ્ફોટમાં 189 લોકોનાં મોત અને 800થી વધુ લોકો ઘાયલ
સોમવારે હાઈ કોર્ટના ચુકાદામાં 12 આરોપીને છોડી મૂકવાની વાત કર્યા પછી મહારાષ્ટ્ર સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો એની સાથે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવાની વાત જણાવી હતી. મહારાષ્ટ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી. આ મુદ્દે આજે સુનાવણી કરતા કોર્ટે હાઈ કોર્ટના ચુકાદા પર રોક લગાવી. એના સિવાય તમામ 12 આરોપીને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો છે. મહારાષ્ટ્ર સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટની બેન્ચે આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે મેં ફાઈલ વાચી છે અને અમુક આરોપી તો પાકિસ્તાનના છે. મુંબઈ ટ્રેન વિસ્ફોટમાં 189 લોકોનાં મોત થયા હતા, જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા હતા.

માટુંગા, ખાર, બાંદ્રા, જોગેશ્વરી, બોરીવલી સ્ટેશન પર બ્લાસ્ટ થયા
2006ના અગિયારમી જુલાઈના મુંબઈમાં સાંજના 6.24 વાગ્યાથી 6.35 વાગ્યાની વચ્ચે એક પછી એક સાત વિસ્ફોટ થયા હતા અને આ બધા વિસ્ફોટો પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં કરવામાં આવ્યા હતા અને આ વિસ્ફોટો માટુંગા, બાંદ્રા, ખાર, જોગેશ્વરી, બોરીવલી અને મીરા ભાયંદર રેલવે સ્ટેશને કર્યા હતા. ટ્રેનોમાં લગાવવામાં આવેલા બોમ્બ આરડીએક્સ, એમોનિયમ નાઈટ્રેટ, ફ્યુઅલ ઓઈલ અને ખીલીઓથી બનાવ્યા હતા. એટલું જ નહીં, સાત પ્રેશરકૂકર મૂકવામાં આવ્યા હતા, જેમાં ટાઈમર સેટ કરીને બ્લાસ્ટ કર્યાં હતાં. આ કેસમાં નવ વર્ષ કેસ ચાલ્યા પછી 2015માં કોર્ટે 13 આરોપીમાંથી પાંચને દોષિત મૃત્યુદંડ અને સાતને આજીવન કેદ ફટકારી હતી, જ્યારે એકને નિર્દોષ ઠેરવ્યો હતો.

આ પણ વાંચો
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપી નિર્દોષઃ હાઈ કોર્ટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!