July 1, 2025
મુંબઈ

રક્ષાબંધન, ગણેશોત્સવની શોપિંગ માટે આવતીકાલે બહાર નીકળવાનું વિચારો છો? પહેલાં આ વાંચી લો…

Spread the love

મુંબઈઃ દર રવિવારની જેમ જ આ રવિવારે પણ સિગ્નલ મેઈન્ટેનન્સ અને ટ્રેકનું કામકાજ હાથ ધરાવવાનું હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. મધ્ય રેલવે પર માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક રહેશે, જેને કારણે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જ્યારે હાર્બર લાીન પર સીએસએમટી-ચુનાભટ્ટી-બાંદ્રા વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. જો તમે પણ આવતીકાલે રક્ષાબંધન, ગણેશોત્સવની શોપિંગ માટે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લેજો.
મધ્ય રેલવે પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી મુલુંડ-માટુંગા વચ્ચે અપડાઉન લાઈન મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન સ્લો લોકલ મુલુંડ-માટુંગા વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશન પર ઊભી રહેશે. નાહુર, કાંજુરમાર્ગ અને વિદ્યાવિહાર સ્ટેશન પર પ્લેટફોર્મ ન હોવાને કારણે લોકલ ટ્રેનો ઊભી નહીં રહે.
હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4.40 કલાક સુધી સીએસએમટીથી વાશી, બેલાપુર પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ સિવાય સીએસએમટી-ગોરેગાંવ બાંદ્રા વચ્ચે અપ-ડાઉન લાઈન પર લોકલ ટ્રેનો બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન કુર્લા-પનવેલ વચ્ચે દર 20 મિનિટે સ્પેશિયલ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. હાર્બર લાઈનના પ્રવાસીઓને સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી મેન લાઈન અને પશ્ચિમ રેલવે પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!