February 14, 2026
મુંબઈ

Good News: ‘પોડ ટેક્સી’ માટે બજેટમાંથી ભંડોળ મળશે, પ્રોજેક્ટનો માર્ગ મોકળો

Spread the love

મુંબઈઃ દેશના આર્થિક પાટનગર મુંબઈને આધુનિક-ઈન્ટરનેશનલ સુવિધાથી કનેક્ટ કરવાની યોજના અન્વયે બુલેટ ટ્રેન, મેટ્રો સહિત હવે પોડ ટેક્સીથી કનેક્ટ કરવામાં આવશે. મુંબઈ અને દેશના સૌથી પહેલા પોડ ટેક્સી પ્રકલ્પ માટે નાણાકીય ભંડોળની જોગવાઈ પણ કેન્દ્રીય બજેટમાંથી કરવામાં આવશે, જેથી પ્રોજેક્ટ વહેલો પૂરો થવાનો ચાન્સ રહેશે.
ઈન્ટરનેશનલ પોડ ટેક્સી પ્રકલ્પને કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળી છે. કેન્દ્રીય બજેટમાંથી મહાનગરોના પરિવહનને વિકસાવવાની જાહેરાત કરી હતી, જેનો ફાયદો આ પ્રોજેક્ટને પણ મળશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સલ(બીકેસી)થી કુર્લા નોકરિયાત વર્ગને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે, જેથી નોકરિયાત વર્ગને સિક્યોર સુવિધા મળે એ ઉદ્દેશને લઈ ઓટોમેટિક જાહેર પરિવહન સિસ્ટમનો લાભ મળે તે માટે બાંદ્રા રેલવે સ્ટેશન અને કુર્લા રેલવે સ્ટેશન વચ્ચે પોડ ટેક્સી ચાલુ કરવામાં આવશે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે સરકાર 1,016 કરોડ રુપિયાનો ખર્ચ કરશે. આ ખર્ચ એમએમઆરડીએ દ્વારા નાણાકીય ભારણ હોવાને કારણે આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવશે.
દેશના 30 લાખથી વધુ વસ્તીવાળા 14 શહેરમાં પરિવહનના ક્ષેત્રને ડેવલપ કરવામાં આવશે. નાણા પ્રધાને કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરતા કહ્યું હતું કે નાણાકીય ભંડોળની પોલિસી માટે એક યોજના બનાવવામાં આવશે અને એનો યોગ્ય અમલ કરવામાં આવશે. મુંબઈમાં 30 લાખથી વધુ લોકો રહે છે, જેથી આ યોજનાનો સીધો એમએમઆરડીએને થશે. મુંબઈમાં એમએમઆરડીએ દ્વારા વિવિધ યોજનાઓનું સંચાલન કરે છે. વિવિધ યોજના અન્વયે પોડ ટેક્સીની યોજનાને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળવાની અપેક્ષા છે. આ મુદ્દે અધિકારીઓએ સત્તાવાર કોઈ ટિપ્પણી કરી નથી.
અહીં એ જણાવવાનું કે પોડ ટેક્સીની સર્વિસ માટે 8.80 કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું છે. પોડ ટેક્સીના કોચની પહોળાઈ 3.50 મીટર, ઊંચાઈ 1.47 મીટર અને 1.80 મીટર હશે. પોડ ટેક્સીની સ્પીડ લિમિટ કલાકના 40 કિલોમીટરની હશે, જ્યારે બાંદ્રાથી કુર્લા (વાયા બીકેસી) વચ્ચે કૂલ 38 સ્ટેશન રહેશે, જ્યારે પાંચ હજાર વર્ગ મીટરનો બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ ખાતે ડેપો રહેશે. ટિકિટનો ભાવ પણ અંદાજે કિલોમીટરે 21 રુપિયાની આસપાસ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!