July 1, 2025
મુંબઈ

Lok Sabha Election: વોટિંગ કર્યું? મેટ્રો આપશે 10 ટકાની છૂટ

Spread the love

મુંબઇઃ હાલમાં આખા દેશમાં લોકસભા-2024ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકાર અને રાજકીય પક્ષો દ્વારા મતદારરાજાને આકર્ષવા માટે જાત જાતના નુસખાઓ અને લલચામણી ઓફર આપવામાં આવી રહી છે. મુંબઈ મેટ્રો દ્વારા પણ પ્રવાસીઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આવો જોઈએ શું છે આ ઓફર અને નાગરિકોને એનાથી શું ફાયદો થઈ રહ્યો છે એની વાત કરીએ.

મળી રહેલી માહિતી પ્રમાણે સોમવારે એટલે કે 20મી મેના દિવસે મુંબઈ તેમ જ થાણેમાં પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે Maha Mumbai Metro Operation Corporation Ltd (MMMOCL) દ્વારા મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રો દ્વારા પ્રવાસીઓને દ્વારા ટિકિટભાડામાં 10 ટકાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રહેતા નાગરિકો લોકસભાની ચૂંટણી-2024માં મતદાન કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરશે. મતદાનના દિવસે એટલે કે 20મી મે, 2024ના  મુંબઈ મેટ્રોએ પ્રવાસીઓ સુરક્ષિત તેમ જ આરામદાયક રીતે પ્રવાસ કરી શકે એ માટે 10 ટકાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અહીં એ જણાવવાનું કે એમએમએમઓસીએલ મેટ્રો ટૂએ અને સેવન ઓપરેટ કરે છે. મેટ્રો ટૂએ અંધેરી (પશ્ચિમ) અને દહીસર (પૂર્વ) અને મેટ્રો સેવન દહીંસર (પૂર્વ) અને અંધેરી (પૂર્વ)નો સમાવેશ થાય છે. પ્રવાસીને મતદાન પછી રિટર્ન જર્ની માટે વન કાર્ડ્સ, પેપર ક્યુઆર અને પેપર ટિકિટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એમ કંપનીએ વિગતે જણાવ્યું છે.

સોમવારે મુંબઈની છ સંસદીય બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે, જેમાં દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ, ઉત્તર પૂર્વ મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈનો સમાવેશ થાય છે. મુંબઈ સહિત થાણે, કલ્યાણ, ભિવંડી, વાસિમ, ડિંડોરી, નાશિક, પાલઘરની બેઠકોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!