July 1, 2025
મુંબઈરમત ગમતહોમ

IPL 2024: હૈદરાબાદ જીત્યું પણ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર

Spread the love

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આજની મેચમાં હૈદરાબાદે લખનઊને હરાવ્યું અને મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાંથી બહાર થઈ ગયું. 57મી મેચ હૈદરાબાદે લખનઊને હરાવ્યું એમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલી એવી ટીમ બની છે અત્યારે બહાર ગઈ છે.

20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદે ફક્ત 9.4 ઓવરમાં 10 વિકેટ ટાર્ગેટ અચીવ કરી દીધો પણ એનો ઝટકો લખનઊની સાથે મુંબઈને પણ લાગ્યો. હૈદરાબાદે 9.4 ઓવરમાં મેચ જીતી લીધી એટલે 62 રન બાકી હતા ત્યારે 166 રન કરી લીધા હતા. ટ્રેવિસ હેડે 30 બોલમાં આઠ સિકસર અને આઠ ચોગ્ગા સાથે 89 રનની મદદથી હૈદરાબાદને જીત અપાવી અને સામે પક્ષે અભિષેક શર્માએ 28 બોલમાં 75 રને નોટ આઉટ રહ્યો અને હેડને જીતાડવામાં મદદ કરી હતી.

આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં 12 મેચ પછી સાત જીત અને પાંચ હાર સાથે હૈદરાબાદની ટીમ 14 પોઈન્ટે પહોંચી છે. હૈદરાબાદની ટીમની નેટ રનરેટ પ્લસ 0.406 થઈ છે. બીજી બાજુ લખનઊની 12 મેચમાં છ વખત હાર્યું છે. ટીમને 12 પોઈન્ટ મળ્યા છે, જ્યારે માઈનસ 0.769ની નેટ રન રેટથી છઠ્ઠા ક્રમે રહી છે. હૈદરાબાદની આગામી મેચ 16મી મેના ગુજરાત ટાઈટન્સ અ 19મી મેના પંજાબ કિંગ્સ સામે રમાશે. આ બંને મેચ હૈદરાબાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. અને લખનઊની ટીમ 14મી મેના દિલ્હી અને 17મી મેના મુંબઈ સામે રમશે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે હૈદરાબાદની જીતનો અર્થ એ છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર રહેનારી પહેલી ટીમ બની છે. મુંબઈ ઈન્ડિયન્સના 12 મેચમાં ફક્ત આઠ પોઈન્ટ છે. ટીમ મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. હાલમા કોલકાતા અને રાજસ્થાનના 16-16 પોઈન્ટ છે. બીજી બાજુ હૈદરાબાદની ટીમના 12 મેચમાં 14 પોઈન્ટ તથા ચેન્નઈ-દિલ્હી અને લખનઊના 12-12 પોઈન્ટ તેમ જ ચેન્નઈ 11, દિલ્હી-લખનઊના 12-12 મેચ રમ્યા છે.

મુંબઈની નેટ રન રેટ પણ બહુ ઓછી છે 12 પોઈન્ટ પ્લેઓફમાં પહોંચવા માટે પર્યાપ્ત નથી. મુંબઈ ઈન્ડિયન્સ 2020માં પોતાની પાંચમી આઈપીએલની ટ્રોફી જીત્યું હતું. ત્યારથી લઈને ચાર સિઝનમાં ફક્ત એક જ વખત મુંબઈ 2023માં પ્લેઓફમાં જગ્યા મેળવી શક્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!