મુંબઈનો 130 વર્ષ જૂનો બ્રિટિશકાલીન પુલ 18 મહિના માટે બંધ
મુંબઈ: મુંબઈ શહેરના ફ્લાય ઓવરનું મુંબઈની ટ્રાફિક વ્યવસ્થામાં ખૂબ જ મહત્વનું યોગદાન છે અને આવા જ મુંબઈના એક બ્રિટિશકાલીન બ્રિજને જગ્યાએ નવું બ્રિજ બનાવવાનું કામ હાથ ધરાવવાનું હોઈ 12 મહિનાથી વધુ સમય માટે આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
મુંબઈના આ ફલાયઓવર જ મુંબઈગરાને મુંબઈના ટ્રાફિકમાં ઉગારી લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં પણ આ ફ્લાયઓવરની મદદથી જ મુંબઈના એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ સરળતાથી પહોંચી શકાય છે. આવા જ જૂના અને જર્જરિત થઈ ગયેલા ફ્લાયઓવરને તોડીને નવા ફલાયઓવર બનાવવાનું કામ રેલવે (Railway) અને મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
પાલિકા અને રેલવે પ્રશાસન દ્વારા દક્ષિણ મુંબઈમાં આવેલા જૂના અને બ્રિટિશકાલીન પુલને તોડીને તેની જગ્યાએ નવો પુલ બાંધવામાં આવશે. 130 વર્ષ જૂના આ બેલાસીસ બ્રિજને 18 મહિના સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં પુલ તોડવાની સાથે સાથે જ નવા પુલના બાંધકામના કામને પણ વેગ મળે એ માટે આ સમયગાળા દરમિયાન આ પુલ પરના વાહનવ્યવહારને બીજા પર્યાયી માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
તાડદેવથી નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ જેવા મહત્વના વિસ્તારોને જોડવાનું કામ આ બ્રિજ કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન મુંબઈ સેન્ટ્રલ જંકશનથી તાડદેવ જંકશનથી પ્રવાસ કરવાની ભલામણ કરવામાં આવી છે. પઠ્ઠે બાપુરાવ માર્ગ પર તાડદેવ સર્કલથી નવજીવન જંક્શન પર નો પાર્કિંગ રહેશે.