મહારાષ્ટ્રમાં પાલિકા જંગ: સત્તા માટે ઠાકરે બંધુઓ એક થયા, જાણો શું છે બેઠકોનું ગણિત?
મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં ભંગાણ: કોંગ્રેસ એકલી લડશે, જ્યારે BMC માટે શિવસેનાના બંને જૂથો આમને-સામને.

દેશની સરકાર ગઠબંધનના સહારે ચાલે છે. ભલે ભાજપ બહુમતીના જોર પર સાથી પક્ષોને લઈ સરકાર ચલાવી રહી છે. લોકસભાની સાથે અમુક રાજ્યની વિધાનસભામાં એ જ હાલ છે, પરંતુ સ્થાનિક સ્તરે સાથી પક્ષો પણ આમનેસામને આવી જાય છે એ હકીકત છે. મહારાષ્ટ્રમાં પણ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના એ જ હાલ છે. સત્તા માટે સાથીપક્ષો ફરી આમનેસામને આવી ગયા છે. આર્થિક રાજધાની મુંબઈ પાલિકાની ચૂંટણી માટે હાલત કફોડી છે. ફક્ત સત્તાના સમીકરણોમાં ઠાકરે બંધુ સાથે આવ્યા છે, પરંતુ 16 જાન્યુઆરીના પરિણામો પછી પણ ચિત્ર જૂદું હશે એ વાસ્તવિકતા છે. આ વખતની ચૂંટણી માટે ઠાકરે પરિવાર એક થયો છે એ મહત્ત્વની વાત છે, પરંતુ સીટ શેરિંગનું ગણિત તો અલગ ચિત્ર રજૂ કરે છે.
ઠાકરેની શિવસેના કરતા અડધી બેઠક પર મનસે લડશે
આર્થિક રાજધાની મુંબઈ સહિત અન્ય શહેરમાં રાજ ઠાકરેની મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ગઠબંધનમાં ચૂંટણી લડે છે. મુંબઈમાં બંને પક્ષો શરદ પવારની એનસીપી સાથે યુતિ કરી છે, પરંતુ બીએમસી ચૂંટણીમાં બંને પક્ષ કેટલી બેઠક પર લડે છે એ આંકડા મળ્યા નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંબઈમાં 150થી વધુ સીટ પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એનસીપીને 11 સીટ મળી હોય તો બાકી બેઠક પર રાજ ઠાકરેની પાર્ટી લડી શકે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના કરતા અડધી સીટ પર પણ મનસે લડી રહી નથી, જ્યારે શરદ પવારની એનસીપી ક્યાંય નામ નથી.
મુંબઈમાં સાથે સાથે, પણ અન્ય પાલિકામાં અલગ અલગ
મહારાષ્ટ્રમાં સત્તા માટે સાથી બનેલ મહાયુતિ ગઠબંધન પણ રાજ્યની અનેક નગર પાલિકામાં સાથે ચૂંટણી લડી રહી છે, પરંતુ મુંબઈ પર સૌની નજર છે. ભારતીય જનતા પાર્ટી 137 સીટ પર ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 90 સીટ પર લડી રહ્યું છે, જ્યારે મહાયુતિના સાથી પક્ષો પણ અન્ય સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. મુંબઈ સિવાય થાણે, જળગાંવ અને નાગપુર સહિત અન્ય નગરપાલિકામાં સાથે લડી રહ્યું છે. જોકે, છપત્રપિત સંભાજીનગર, પુણે, નાશિક, નાંદેડ, અમરાવતી, માલેગાંવ, અકોલા, મીરા-ભાયંદર, ધુળે, ઉલ્હાસનગર, સાંગલી, જાલના, પિંપરી-ચિંચવડ, પરભણી, સોલાપુર, લાતુર, અહિલ્યાનગર અને નવી મુંબઈમાં અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે થાણે, જળગાંવ, પનવેલ, નાગપુર, ભિવંડી, કોલ્હાપુર, ચંદરપુર, વસઈ-વિરાર, કલ્યાણ, ડોંબિવલી અને ઈચલકરંજીનો સમાવેશ થાય છે.
ઠાકરે બંધુથી કોંગ્રેસ અને વીબીએ પણ અલગ
મહા વિકાસ આઘાડીમાં સાથી પક્ષોમાં કોંગ્રેસ આ ચૂંટણીમાં અલગ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરેની એમએનએસ અને શરદ પવારની એનસીપી સાથે મળીને મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ એકલી લડી રહી છે અને કોંગ્રેસે વંચિત બહુજન આઘાડી (વીબીએ)એ સાથે ગઠબંધન કર્યું છે. વંચિત બહુજન આઘાડીને પણ ચૂંટણી લડવા માટે ઉમેદવાર મળ્યા નથી, જેમાં 60 બેઠકના બદલે 20 પર ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે.
કોંગ્રેસ 528 બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે…
નગર પાલિકાની ચૂંટણી માટે એમવીએનો સાથ છોડ્યા પછી કોંગ્રેસે એકલા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ મુંબઈ, થાણે, પુણે, છત્રપતિ સંભાજી નગર અને પિંપરી ચિંચવડ સહિત અનેક નગર પાલિકા મળીને કૂલ 528 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. 1999 પછી પહેલી વખત સૌથી વધુ સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. એના સિવાય કોંગ્રેસ નાગપુર, અકોલા, અમરાવતી અને ચંદ્રપુરમાં એકલા ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે બાકી બેઠક પર પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી લડશે. પિંપરી ચિંચવડ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ફ્રેન્ડલી લડાઈ રહી શકે છે, જ્યારે અજિત પવારે બે વર્ષ પહેલા જુલાઈ, 2023માં કાકા શરદ પવારનો સાથ છોડ્યા પછી એનસીપીના 18 વિધાનસભ્ય સાથે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ભાજપનો સાથ પકડ્યા પછી નાયબ મુખ્ય પ્રધાન પણ બન્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનમાં નથી.
