એકથી વધુ બેંક એકાઉન્ટ છે? શું છે Advantage, Disadvantage જાણો એક જ ક્લિક પર…
આજકાલ બેંક એકાઉન્ટ ખૂબ જ જરૂરી બની ગયા છે અને આપણામાંથી ઘણા લોકોના એક કરતાં વધુ બેંક એકાઉન્ટ (Multiple Bank Account) પણ હશે, પરંતુ શું તમને આ એક કરતાં વધુ બેંક એકાઉન્ટ રાખવાના ફાયદા અને ગેરફાયદાઓ વિશે જાણ છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
આમ તો એક કરતાં વધુ બેંક એકાઉન્ટ રાખવાના અનેક ફાયદા છે પણ એમાં સૌથી મહત્ત્વનો ફાયદો છે કે ઘણી વખત શોપિંગ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે બેંકનું સર્વર ડાઉન થઈ જાય છે આવી પરિસ્થિતિમાં જો તમારી પાસે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ હોય તો તમે તરત જ બીજા એકાઉન્ટથી પેમેન્ટ કરી શકો છો.
ખેર આ તો થઈ વાત મલ્ટીપલ બેંક એકાઉન્ટ રાખવાના ફાયદાની. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે એમ આ વસ્તુની બીજી પણ એક બાજુ એટલે કે ગેરફાયદો પણ છે. જો તમે એક સાથે બે એકાઉન્ટ મેઇન્ટેન કરવાનું ચૂકી જાવ તો આવી સિચ્યુએશનમાં બેંક તમને પેનલ્ટી પણ ફટકારે છે. આ પેનલ્ટીની અસર તમારા સીબીલ સ્કોર (CBILL Score) પર જોવા મળે છે.
આ સિવાય ખાતું ખોલાવતા જ તેની સાથે સાથે વિવિધ પ્રકારના ચાર્જ પણ બેંક દ્વારા ખાતાધારક પાસેથી વસુલવામાં આવે છે જેમાં એસએમએસ એલર્ટ ચાર્જ (SMS Alert Charge), ડેબિટ કાર્ડ ફી (Debit Card Fee) વગેરે વગેરે. તમારે આ તમામ ચાર્જ પણ ચૂકવવા પડશે.
આ ઉપરાંત અલગ અલગ સેવિંગ્સ એકાઉન્ટ (saving account)માં પૈસા રાખવાથી વ્યાજમાં પણ થોડું ઘણું નુક્સાન ઉઠાવવાનો વારો આવી શકે છે. અનેક બેંક એવા એકાઉન્ટમાં ખાતાધારકોને વધારે વ્યાજદર ઓફર કરે છે. લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એટલે તમે જ્યારે પણ ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ (ITR Return Filling) કરો ત્યારે તમામ બેંક એકાઉન્ટની માહિતી આપવી પડે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તમારી પાસે એક કરતા વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોય તો એની માહિતી આપવાનું કામ થોડું અઘરું બની જાય છે.
