June 30, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

ફાયદાની વાતઃ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, 500 કરોડમાંથી 9,000 કરોડની કમાણી કરી

Spread the love

17 વર્ષના રોકાણમાં 2200 ટકાનું રિટર્ન મેળવ્યું, એશિયન પેઈન્ટ્સમાંથી રિલાયન્સની એક્ઝિટ

એશિયાના સૌથી મોટા અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને એમ જ સફળ બિઝનેસમેન કહેવાતા નથી, કારણ કે યોગ્ય સમયના નિર્ણય લેવા માટે જાણીતા છે. પૈસાની કમાણી કરવાની સાથે પૈસાનું રોકાણ પણ યોગ્ય રીતે કરવામાં મુકેશ અંબાણી માહેર હોવાનું માનવામાં આવે છે, જેમાં તાજેતરમાં માર્કેટના એક ઈન્વેસ્ટમેન્ટને લઈને ચર્ચામાં છે. તો જાણીએ તેમની માસ્ટરી અને પૈસા કમાવવાની તાસીરને.

લગભગ એક દાયકા પૂર્વે મુકેશ અંબાણીએ જિયો લોન્ચ કર્યું હતું, જેના અત્યારે 40 કરોડ ગ્રાહક છે. કોવિડ વખતે જ્યારે પૂરી દુનિયા શેરબજારમાં ડૂબેલી હતી ત્યારે તેમને દુનિયાની મોટી કંપનીના અબજો ડોલરથી ફંડ એક્ત્ર કર્યું હતું અને પોતાની કંપનીની ભાગીદારી વેચીને પોતાને દેવામુક્ત કર્યા હતા. હવે ફરી એક વખત મુકેશ અંબાણી પોતે સુપર બિઝનેસમેન હોવાનું પુરવાર કર્યું છે. 500 કરોડના એક સ્મોલ ઈન્વેસ્ટમેન્ટથી 9,000 કરોડ રુપિાયની કમાણી કરી છે, જેનો અર્થ એ છે કે તેમને 2200 ટકાનું જબરદસ્ત રિટર્ન મેળવ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)એ અગાઉ જણાવ્યું હતું કે કંપનીએ એશિયન પેઈન્ટ્સના બાકી 87 લાખ ઈક્વિટી શેર 2,207.65 રુપિયાના શેરની સરેરાશ કિંમતે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ મ્યુચ્યુઅલ ફંડને 1,826 કરોડ રુપિયાની બ્લોક ડીલમાં વેચ્યા છે. ગયા અઠવાડિયા દરમિયાન 3.50 કરોડ શેર એસબીઆઈ મ્ચુચ્યુઅલ ફંડને 2,201 રુપિયાના શેરદીઠ ભાવથી 7,704 કરોડ રુપિયામાં વેચ્યા હતા, જેનાથી પેન્ટ અગ્રણી એશિયન પેઈન્ટ્સમાંથી આરઆઈએલની એક્ઝિટ કમ્પલીટ થઈ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની સહાયક કંપની સિદ્ધાંત કમર્શિયલ્સના માધ્યમથી પોતાની પૂરી 4.9 ટકાની ભાગીદારી વેચી છે. કંપનીએ એશિયન પેઈન્ટસમાંથી બહાર નીકળી છે, જ્યારે કંપનીને અનેક પ્રકારના પડકારોનો પણ સામનો કરવો પડે છે. છેલ્લા બે વર્ષમાં એશિયન પેઈન્ટ્સના શેરમાં 30 ટકાથી વધુ ઘટાડો થયો છે, જેનાથી કંપનીનું સૂચિત સમયગાળામાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું.

અલબત્ત, એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એશિયન પેઈન્ટ્સમાં પોતાની હિસ્સેદારી વેચી છે અને એશિયન પેઈન્ટ્સમાંથી બહાર આવી ગયા છે. ખાસ વાત એ છે કે તેમને એશિયન પેઈન્ટ્સ વેચીને 9,000 કરોડ રુપિયાની કમાણી કરી છે. 17 વર્ષ પહેલા એશિયન પેઈન્ટ્સમાં 500 કરોડનું રોકાણ કર્યું હતું અને તેના માટે કરોડો શેર મળ્યા હતા, પણ હવે તેની વેલ્યુ 9,080 કરોડ રુપિયાની છે. ટૂંકમાં, 17 વર્ષમાં મુકેશ અંબાણીએ એશિયન પેઈન્ટ્સના શેરમાંથી 2,200 ટકાનું વળતર મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!