February 4, 2026
વાંચન વૈવિધ્યમ

મુકેશ અંબાણી કયો સ્માર્ટફોન વાપરે છે? જાણો દુનિયાના ધનવાન ઉદ્યોગપતિના ફોનની કિંમત અને તેની ખાસિયતો

Spread the love

દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનવાન ઉદ્યોગપતિઓમાંના એક હોવા છતાં મુકેશ અંબાણી પોતાની સાદગી માટે જાણીતા છે. તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન બાદ અંબાણી પરિવાર ફરી ચર્ચામાં છે. લોકોમાં હંમેશા એ કુતૂહલ હોય છે કે આટલી અઢળક સંપત્તિના માલિક મુકેશ અંબાણી અંગત જીવનમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશે. ખાસ કરીને તેમનો સ્માર્ટફોન કયો છે, તે વિશેની રસપ્રદ વિગતો સામે આવી છે.

રિપોર્ટ્સ અને વિવિધ કાર્યક્રમો દરમિયાન તેમના હાથમાં જોવા મળેલો ફોન એપલનો અત્યંત શક્તિશાળી ગણાતો આઈફોન 15 પ્રો મેક્સ છે. વાત કરીએ મુકેશ અંબાણીના હાથમાં જોવા મળેલાં ફોનની ખાસિયત વિશે તો આ ફોન ગ્રેડ-5 ટાઇટેનિયમ બોડીથી બનેલો છે, જે તેને મજબૂતીની સાથે સાથે હળવો અહેસાસ પણ આપે છે.

ભારતીય બજારમાં આઈફોન 15 પ્રો મેક્સના 1 TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત આશરે રૂ. 2,00,000 (બે લાખ રૂપિયા) ની આસપાસ છે, જ્યારે તેના બેઝ વેરિયન્ટની કિંમત લગભગ રૂ. 1.50 લાખથી શરૂ થાય છે.

ફોનના ફીચરની વાત કરીએ તો એપલનો સૌથી એડવાન્સ કેમેરા સેટઅપ અને શાનદાર પ્રો-મોશન ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફોટોગ્રાફી અને વીડિયો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ફોન પાણી અને ધૂળ સામે રક્ષણ આપતી IP68 રેટિંગ ધરાવે છે, એટલે કે તેને પાણીમાં પણ સુરક્ષિત રીતે વાપરી શકાય છે.

માત્ર મુકેશ અંબાણી જ નહીં, પરંતુ અંબાણી પરિવારના લેડી બોસ ગણાતા નીતા અંબાણીના હાથમાં પણ આ જ મોડલનો ફોન જોવા મળ્યો હતો. અંબાણી પરિવાર ટેકનોલોજીની બાબતમાં હંમેશા લેટેસ્ટ અને સૌથી સુરક્ષિત ઉપકરણોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણીની સાદગી એ બાબત પરથી પણ જોઈ શકાય છે કે તેઓ કોઈ દેખાવ કરવાને બદલે કાર્યક્ષમતા અને સુરક્ષાને વધુ મહત્વ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!