June 30, 2025
ઈન્ટરનેશનલમનોરંજન

ઢગલો અફેર પછી પણ ‘મિસ્ટર ઈમ્પોસિબલ’ છે સિંગલ, જાણો કોણ છે?

Spread the love

ભારતના સુપરસ્ટારની વાત કરીએ તો ચાહે બિગ બી હોય કે પછી કિંગ ખાન પણ સિંગલ પત્નીવ્રતા આપણા હીરો રહ્યા છે. ચોરીછુપે તો ચોરીછુપે પણ છે એ હકીકત છે. બાકી ખુલ્લેઆમ આ હીરોએ કોઈ અફેર કરવાની હિંમત કરી નથી, પરંતુ હોલીવૂડમાં એ વાત નવી નથી. લગ્ન હોય કે અફેર એ છાપરે ચઢીને પોકારે છે જે હોલીવૂડમાં નવું નથી અને એવું જ ટોમ ક્રૂઝનું જીવનમાં બન્યું છે. ટોમ ક્રુઝ એ હોલીવૂડ સ્ટાર છે, જે ઢગલો અફેર અને ત્રણ લગ્ન પછી પણ સિંગલ છે. એ વાત હવે ન્યૂઝ રહ્યા નથી, કારણ કે લેટેસ્ટ લફરું કોઈ રશિયન સ્ટાર સાથે બહાર આવી રહ્યું છે.
રિયલ લાઈફમાં રંગીન સ્વભાવના ટોમ ક્રૂઝનું જીવન બ્લેક એન્ડ વ્હાઈટ પણ હતું, જેમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. મિશન ઈમ્પોસિબલ સ્ટાર રિયલ લાઈફમાં સિંગલ હોવાની ટેગલાઈન સાથે જીવે છે તો ચાલો તેમની રીલ અને રિયલ લાઈફના લવ એન્ડ અફેરને જાણીએ. પોતાની અભિનય પ્રતિભાને આધારે હોલીવૂડમાં સ્થાન મેળવનારા હેન્ડસમ સ્ટાર ટોમ ક્રૂઝની પ્રોફેશનલ લાઈફ પણ રસપ્રદ રહી છે, પરંતુ લવ-લફરાના ચક્કરમાં બહુ જાણીતા બન્યા છે.
Tom and his Russian Girl Friend
ગયા વર્ષે એક કુંડાળામાં ફરી પગ પડ્યો હોવાનું કહેવાતું હતું. એક રશિયન નેતાની દીકરી સાથેના અફેરમાં ટોમ ક્રૂઝ ચર્ચામાં આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીના નેતાની દીકરીને ડેટ કરી રહ્યા હોવાના અટકળોએ જોર પકડ્યું હતું. બ્રિટનના લંડનમાં રશિયન સોશિયલાઈટ એલ્સિના ખાયરોવા (37) સાથે જોવા મળ્યા હતા. એલ્સિના સાથે ટોમ ક્રૂઝ એક પાર્ટીમાં જોવા મળ્યા હતા. બંને એકબીજાના ક્લોઝ બોન્ડિંગ જોવા મળ્યું હતું. પાર્ટીમાં એકબીજાની નજીક રહ્યા હતા. હાજર રહેનારા લોકોએ પણ કહ્યું હતું કે બંનેએ એકબીજા સાથે ડાન્સ પણ કર્યો હતો.
62 વર્ષના ટોમ ક્રૂઝ ત્રીજી પત્ની કેટી હોમ્સથી અલગ થયા પછી ફરીથી કોઈ રશિયન સાથે અફેર કરતો જોવા મળ્યો છે. ભૂતકાળની વાત કરીએ તો 1987થી 1990 સુધી અભિનેત્રી મિમી રોજર્સ સાથે ટોમ ક્રૂઝે પહેલું લગ્ન કર્યું હતું. આ અભિનેત્રીને છૂટાછેડા આપ્યા પછી 1990થી 2001 સુધી નિકોલ કિડમેન સાથે રિલેશનમાં રહ્યા હતા, ત્યારબાદ કેટી હોમ્સ સાથે 2006 સાથે લગ્ન કર્યા પછી બીજા છ વર્ષમાં ત્રીજા લગ્ન તૂટ્યા હતા.
હવે રશિયન એલ્સિન સાથે ચક્કક ચલાવી રહ્યા છે ટોમ ક્રૂઝ. રશિયન એલ્સિનની વ્યક્તિગત વાત કરીએ તો બ્રિટિશ નાગરિકત્વ મળ્યા પછી લંડનમાં રહે છે. અલ્સિન રશિયન સાંસદ રિનૈટ ખૈરોવની દીકરી છે, જે પુટિનના નજીકના સહયોગી નેતા છે. રશિયન મોડલ કમ નેતાની દીકરી એવી એલ્સિનાએ પણ અગાઉ રશિયન ડાયમંડ બિઝનેસમેન દમિત્રી ત્સેત્કોવ સાથે લગ્ન કર્યાં હતા, પરંતુ 2020માં તેમના છૂટાછેડા થયા હતા. બંને પાસે અબજો ડોલરની મિલકત ધરાવે છે.
ટોપગન સ્ટાર ટોમ ક્રૂઝના અફેરની સૌથી પહેલી શિકાર બની હતી લિટિલ હાઉસ ઓન ધ પ્રેયરી સ્ટાર મેલિસા ગિલ્બર્ટ. પણ મેલિસાએ સ્વીકાર્યું હતું કે બંને રિલેશનશિપમાં હતા, પણ શારીરિક સંબંધો બાંધ્યા નહોતા. એના પછી 21 વર્ષની ઉંમરે રેબેકા સાથે ટોમ ક્રૂઝના સંબંધ રહ્યા હતા. એક પછી એક અભિનેત્રીઓ, સિંગર, પોપસ્ટાર, મોડલ સાથે લવ અફેરની વાતો પ્રકાશમાં આવી હતી, જેમાં એક કરતાં 19 નામ સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!