ભારતના આ ગામના દરેક ઘરમાં છે એક IAS Officer, જાણો ક્યાં આવેલું છે?
ભારત એ ગામડાનો દેશ છે, પણ જો તમને કોઈ કહે કે ભારતમાં એક એવું ગામડું પણ આવેલું છે જ્યાં 100થી વધુ આઈએસએસ અધિકારી છે, તો વાત માન્યામાં આવે ખરી? અશક્ય લાગતી એવી આ બાબત શક્ય છે, ચાલો તમને જણાવીએ. તમારી જાણ માટે આ ગામના સાતમાંથી ચાર બાળકો જેઈઈ અને નીટ જેવી અઘરી પરીક્ષા પહેલાં અટેમ્પમાં જ પાર કરી લે છે.
100થી વધુ યુવક અલગ અલગ રાજ્યમાં અધિકારીના પદે
મધ્ય પ્રદેશમાં આવેલા ધાર જિલ્લામાં આવેલા આ ગામડાનું નામ પડિયાલ (Padiyal Village) છે. પડિયાલ ગામને અધિકારીઓના ગામ તરીકે પણ ઓળખલામાં આવે છે. આ ગામમાં જન્મેલો નાનામાં નાનો છોકરો પણ મોટા થઈને સરકારી નોકરી, એન્જિનિયર કે ડોક્ટર થવાનું સપનું જુએ છે. પાંચ હજારની ગામની વસ્તી ધરાવતા આ ગામમાં 100થી વધુ યુવકો ભારતના અલગ અલગ રાજ્યમાં ઓફિસર પદ પર કામ કરી રહ્યા છે.
ગામનો સાક્ષરતાનો દર છે 90 ટકા જેટલો
ગામની મોટાભાગની વસ્તુ ભીલ જાતિની છે અને આ આ જાતિ મધ્ય ભારતના ધાર, ઝાબુઆ, પશ્ચિમ, નિમાન જિલ્હા અને મહારાષ્ટ્રના ધુળે, જળગાંવ ખાતે રહે છે અને રાજસ્થાનમાં પણ આ જાતિના લોકો વસે છે. મધ્ય પ્રદેશના સરકારી નોંધ અનુસાર પડિયાલ ગામની સાક્ષરતાનો દર 90 ટકા જેટલો છે. સરકારી આંકડા અનુસાર બે વર્ષ પહેલાં આ ગામમાંથી આવેલા સરકારી અધિકારીની સંખ્યા 70 જેટલી હતી. 2024માં આ સંખ્યા 100થી ઉપર પહોંચી ગઈ છે. જેમાં નીચલી અદાલતમાં ન્યાયાધિશ, ભારતીય પોલીસ સેવા અધિકારી, ભારતીય પ્રશાસકીય સેવાના અધિકારી, ભારતીય અભિયાંત્રિકી સેવા અધિકારી, ડોક્ટર, પ્રોસિક્યુશન અધિકારી, વન અધિકારી વગેરેનો સમાવેશ થાય છે.
સાતમાંથી ચાર વિદ્યાર્થી નીટની પરીક્ષા પાસ કરે છે
આ ગામ ત્યારે ચર્ચામાં આવ્યું કે લોકોએ આ ગામની સાક્ષરતાના દર પર લોકોનું ધ્યાન ત્યારે ગયું જ્યારે આ ગામના સાતમાંથી ચાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પાસ કરી, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સની પરીક્ષા પાસ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ગામના દરેક ઘરમાં એક સરકારી અધિકારી છે.
સરકારી અધિકારી બનાવવા ચલાવાય છે સ્માર્ટ ક્લાસ
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલાં અધિકારીઓ ગામના અન્ય વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ક્લાસ ચલાવે છે. પડિયાલ ગામના એક ડઝનથી વધુ અધિકારી હાલમાં નિવૃત્ત છે અને આ ગામમાં સ્થાયી થઈ ગયા છે. ગામના વિદ્યાર્થીઓ માટે અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.ય ગામમાં એક ઉચ્ચ માધ્યમિક શાળા આવેલી છે, જેમાં 23 શિક્ષક 702 વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.