July 1, 2025
નેશનલ

Lok Sabha Election: છિંદવાડાના ‘સ્ટ્રોંગ રુમ’ પર પડી વીજળી અને પ્રશાસન થઈ ગયું દોડતું

Spread the love

 

ભોપાલઃ લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં 13મી મેના દેશની 96 બેઠકના મતદાન પૂરું થશે. અમુક જગ્યાએ હિંસાના બનાવ વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું છે. સરેરાશ મતાદન પણ 60 ટકાની આસપાસ રહ્યું છે ત્યારે તાજેતરમાં મધ્ય પ્રદેશમાં વધુ એક ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. છિંદવાડામાં વાતાવરણમાં પલટા સાથે વીજળી પડવાને કારણે સ્ટ્રોંગ રુમની ત્રણ વિધાનસભાની એલઈડી સ્ક્રીન અચાનક બંધ થઈ ગઈ હતી. 45 મિનિટ સુધી કેમેરા બંધ રહેવાને કારણે પાર્ટી પ્રતિનિધિઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓ પણ સીસીટીવી કેમેરાની તપાસ ધરી હતી.

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી મળતા અહેવાલ પ્રમાણે છિંદવાડાના સ્ટ્રોગ રુમના સીસીટીવી કેમેરા બંધ પડ્યા હોવાના સમાચાર મળ્યા હતા. રવિવારે છિંદવાડામાં અચાનક વાવાઝોડા-વરસાદ સાથે વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડવાને કારણે પીજી કોલેજમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રુમમાં સીસીટીવી કેમેરા બંધ પડ્યા હતા. આ બનાવની જાણ થયા પછી કેમેરા ચાલુ કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ ખરાબીને કારણે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓમાં દોડાદોડી થઈ ગઈ હતી.

આ મુદ્દે છિંદવાડા લોકસભા સીટના સાંસદ નકુલનાથે સોશિય મીડિયા પર ટવિટ કરીને સ્ટ્રોંગરુમની સુરક્ષા વધારવાની માગણી કરી હતી. આ ઘટના પછી ઈવીએમની સુરક્ષામાં બેઠેલા કોંગ્રેસ અને ભાજપના એજન્ટોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કલેક્ટરને બનાવની જાણ કરી હતી.

અધિકારીએ ઘટનાસ્થળે તપાસ કર્યા પછી જણાવ્યું કે વીજળી પડવાને કારણે ટેક્નિકલ ખામી થવાની કારણે એલઈડી સ્ક્રીન બંધ થઈ હતી, પરંતુ બધુ બરાબર કરાવ્યું છે. હવામાન ખરાબ હોવાને કારણે આ બનાવ બન્યો હતો, પરંતુ સ્ટ્રોંગ રુમની સુરક્ષા મુદ્દે કોઈ બાંધછોડ રાખવામાં આવશે નહીં અને વિશેષ ધ્યાન રાખવમાં આવશે.

અહીં એ જણાવવાનું કે દેશમાં લોકસભાની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન છે, જેમાં આજે મધ્ય પ્રદેશમાં આઠ બેઠક પર મતદાન પૂરું થતા રાજ્યનું મતદાન પૂરું થશે. મધ્ય પ્રદેશ લોકસભાની કુલ 29 બેઠક છે. છિંદવાડા લોકસભા વિસ્તાર સાત વિધાનસભાની ઈવીએમ સ્ટ્રોંગ રુમ પીજી કોલેજમાં બનાવ્યો છે, જ્યારે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા મારફત વોચ રાખી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!