International Mother’s Day Special: આ રાશિની મહિલાઓ બેસ્ટ મધર હોય છે…!
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના દિવસે દુનિયામાં મધર ડેનું આયોજન કરવામાં આવે છે. મોટા ભાગે 12મી મેના સેલિબ્રેટ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ મધર ડેનું આયોજન કરવાનું કારણ ખાસ તો માતા માટે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. જોકે માતાપિતા કે બાળકો માટે એકબીજાને પ્રેમ આદર-સન્માન આપવા માટે 365 દિવસ એક સમાન છે.
આમ છતાં દુનિયાના લોકો પણ આ દિવસને સારી રીતે ઉજવે છે. મધર ડેના સેલિબ્રેશન સાથે થોડી વાતો એવી રાશિવાળી મહિલાની કરીએ કે જે પોતાના બાળકો સાથે સારી મમ્મી બની રહે છે. અમુક રાશિની મહિલાઓ બાળકો સાથે દોસ્તના માફક રહે છે અને એમના દિલની વાત સમજે છે. એટલું જ નહીં, વહૂને પણ દીકરીના માફક પ્રેમ આપે છે. એવી કઈ રાશિની મહિલાઓ છે જો એ વાત જાણવાની તાલાવેલી લાગી હોય તો ચાલો જણાવીએ.
મેષ રાશિઃ મેષ રાશિની માતા પોતાના બાળકો સાથે ફ્રેન્ડ તરીકે રહે છે. મેષ રાશિ ધરાવનારી મહિલાઓ પોતાના બાળકોના દિલની વાત પણ સારી રીતે સમજે છે. એટલા માટે આ રાશિની મહિલાઓનો સંબંધ બાળકો સાથે પણ મજબૂત હોય છે. ભૂલ થયા પછી પણ તેમને સખત રીતે વર્તણૂક કરવાને બદલે સરળતાથી સમજાવે છે તથા પ્રેમથી ભૂલ સમજાવવામાં સફળ પણ રહે છે.
મિથુન રાશિઃ મિથુન રાશિની મહિલાઓ બેસ્ટ હોય છે. મિથુન રાશિ ધરાવનારી મહિલાઓ પણ બાળકોને સુખી બનાવવા માટે બહુ મહેનત કરે છે. બાળકોના સુખ-દુખમાં તેમની સાથે રહે છે. એટલું જ નહીં, મિથુન રાશિ ધરાવનારી મહિલાઓનો વહૂ સાથે સંબંધ મજબૂત છે. બાળકો સાથે પણ કોઈ ભેદભાવ રાખતી નથી.
કન્યા રાશિઃ કન્યા રાશિની મહિલાઓ બેસ્ટ મધર હોય છે. બાળકો સાથે સ્ટોન્ડ બોન્ડિંગ સાથે કોઈ ભેદભાવ રાખતી નથી. પોતાના દીકરાને સારી રીતે રાખવાની સાથે વહૂને પણ દીકરીના માફક માનતી હોય છે. બાળકોને પણ સમયાંતરે યોગ્ય શિખામણ આપતી હોય છે, જેથી બાળકો કોઈ અવળા માર્ગે ભટકાઈ જાય નહીં.