July 1, 2025
ટેકનોલોજી

સૂર્ય, ચંદ્ર અને મંગળ પછી ભારત હવે શુક્ર પર પહોંચશે, તારીખ થઈ ફાઈનલ

Spread the love

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ અંતરિક્ષમાં સૂર્ય સંબંધિત જાણકારી માટે આદિત્ય એલ વન મોકલવામાં આવ્યું છે. ચંદ્ર માટે ચંદ્રયાન-3 મોકલવામાં આવ્યું હતું, જ્યારે મંગળ માટે પણ મંગળ ઓર્બિટ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે સૌથી ગરમ ગ્રહ શુક્ર માટે ઈસરો વિનસ ઓર્બિટર મિશન (વીઓએમ)ની સાથે શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યા છે.
ઈન્ડિયન સ્પેસ એજન્સીએ જાહેરાત કરી છે કે અંતરિક્ષ યાનને પૃથ્વીની રહસ્યમય યાત્રામાં કૂલ 112 દિવસ લાગશે અને અંતરિક્ષ યાન 29 માર્ચ, 2028ના લોન્ચ કરવામાં આવશે, જ્યારે તેને શુક્રયાન-1 નામ આપવામાં આવ્યું છે.
આ શુક્ર ગ્રહ પર જવા ભારતનો પહેલો પ્રયાસ હશે.વીનસ ઓર્બિટેર મિશન અંતરિક્ષ મતલબ શુક્રની 112 દિવસની યાત્રા પર જવા માટે ઈસરોના શક્તિશાળી એલવીએમ-3 (લોન્ચ વ્હીકલ માર્ક-3) રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. ઓર્બિટરને 19 જુલાઈ, 2028ના પોતાના ડેસ્ટિનેશન પર જવાની અપેક્ષા છે, જે અંતરિક્ષમાં ગ્રહોની શોધમાં ભારતને વધુ મદદ કરશે તેમ જ ભારતની વધતી ક્ષમતાઓમાં વધારો થશે.
વીઓએમનો લક્ષ્યાંક વૈજ્ઞાનિક ઉપકરણોના ઉપયોગ કરીને શુક્ર પરનું વાતાવરણ, સપાટી અને વૈજ્ઞાનિકો માટે વિશેષ સંશોધન કરશે. મિશનના પ્રાથમિક ઉદ્દેશો ગ્રહની વિશેષતા સહિત સંભવિત જ્વાળામુખી અથવા ભૂકંપની ગતિવિધિઓને તપાસ કરવાનો સમાવેશ થાય છે. ભારતનું વિનસ ઓર્બિટર મિશન શુક્રના વાતાવરણ અને પ્લાઝ્મા વાતાવરણનું સંશોધન કરવા માટે ડિઝાઈન કરવામાં પણ મદદરુપ થશે. વિનસ ઓર્બિટર મિશનનું અંતરિક્ષ યાન શુક્રનું સંશોધન કરવા માટે સિન્થેટિક એપર્ચર રડાર, ઈન્ફ્રારેડ અને સેન્સર સહિત આધુનિક ઉપકરણોની એક શ્રેણી લઈ આવશે.
સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ ફિઝિક્સ (IRF) સૂર્ય અને શુક્રના વાતાવરણમાંથી ચાર્જ થયેલા કણોનો અભ્યાસ કરવા માટે વેનુસિયન ન્યુટ્રલ્સ એનાલાઇઝર (VNA) સાધનનું યોગદાન આપશે. ભારત સરકાર દ્વારા મંજૂર ₹ 1,236 કરોડ (લગભગ 150 મિલિયન ડોલર)ના બજેટ સાથે વિનસ ઓર્બિટર મિશન તેની અવકાશ સંશોધન ક્ષમતાઓને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!