દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં છે ફક્ત એક જ રેલવે સ્ટેશન!
‘મોન્ટે કાર્લો’ રેલવે સ્ટેશન એક જ હોવા છતાં કેવી રીતે હજારો યાત્રીઓને જોડે છે અને તે શા માટે ખાસ છે, તે જાણો.
ભારત દુનિયાનો ચોથો સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવનારો દેશ છે. દેશમાં 7,000થી વધુ રેલવે સ્ટેશન છે, જ્યારે અનેક શહેરોમાં ડઝનથી વધુ રેલવે સ્ટેશન છે, પરંતુ દુનિયામાં એક એવો પણ દેશ છે, જ્યાં માત્ર એક જ રેલવે સ્ટેશન છે. કલ્પના કરી શકો એવો કયો દેશ હશે, જ્યાં એક જ રેલવે સ્ટેશન હશે. એટલું જ નહીં, લોકો ટ્રેન પકડવા માટે સેંકડો કિલોમીટર ડ્રાઈવ કરીને પણ સ્ટેશન પહોંચે છે. ભારતમાં રોજના લાખો લોકો ટ્રાવેલ કરે છે, જ્યારે રોજની હજારો ટ્રેન દોડાવાય છે, પરંતુ રોજે રોજ પ્રવાસીઓ અને સ્ટેશનની સંખ્યામાં વધારો થયા કરે છે, ત્યારે જાણીએ એવા દેશનું રેલવે સ્ટેશન, જે ફક્ત એક છે પણ એકે હજારા જેવું છે.

મોન્ટે કાર્લો નીસ અને પેરિસને આ સ્ટેશને જોડે છે
દુનિયામાં મોનાકો એકમાત્ર એવો દેશ છે, જ્યાં ફક્ત એક જ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ફ્રાન્સની નજીક વસેલો મોનાકો દેશ યુરોપનો બીજા નંબરનો સૌથી નાનો દેશ છે. મોનાકોમાં ફક્ત જ રેલવે સ્ટેશન છે, જ્યારે દેશના એકમાત્ર રેલવે સ્ટેશનનું નામ મોનાકો-મોન્ટે કાર્લો છે. આ રેલવે સ્ટેશન યુરોપના લોકો માટે ખાસ છે, કારણ કે અહીંના સ્ટેશન હજારો લોકો માર્સિલે, નીસ, પેરિસ જેવા મહાનગરોને કનેક્ટિવિટી પૂરી પાડે છે.
જમીનથી નીચે 43 ફૂટની નીચે આવેલું છે રેલવે સ્ટેશન
મોનાકો-મોન્ટે કાર્લો રેલવે સ્ટેશન પણ જ્યાંથી રોજના 20થી 30 ટ્રેન પસાર થાય છે, જ્યારે બીજી મહત્ત્વની વાત એ છે કે આ રેલવે સ્ટેશન જમીનથી નીચે 43 ફૂટ નીચે બનાવવામાં આવેલું છે. અંડરગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલું રેલવે સ્ટેશન 1,529 ફૂટ લાંબુ અને 72 ફૂટની પહોળાઈ પણ ધરાવે છે.
મોનાકોની કૂલ વસ્તી 40,000ની આસપાસ છે
યુરોપના સૌથી નાના દેશ પૈકીના મોનાકો કૂલ 1.95 વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો દેશ છે, જ્યાંની 40,000 આસપાસ વસ્તી છે, જેથી એક રેલવે સ્ટેશન પણ ચાલી જાય છે. નાનો દેશ પણ અહીંના લોકોની કમાણી મજબૂત છે. અહીંના દર ત્રીજા વ્યક્તિની કૂલ નેટવર્થ 10 લાખ ડોલર એટલે 8,34,59,100 રુપિયાથી વધુ છે, જ્યારે તેને અમીરોના પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશની ઈકોનોમી ટૂરિઝમ પર નિર્ભર છે, જ્યારે સૌથી મોટી ખાસિયત એ પણ છે કે કરોડપતિઓના દેશમાં લોકોને ઈન્કમ ટેક્સ ભરવાની પણ નોબત આવતી નથી.
મિઝોરમમાં પણ એક જ રેલવે સ્ટેશન આવેલું છે
ભારતની વાત કરીએ તો મિઝોરમમાં પણ એક જ રેલવે સ્ટેશન ધરાવતું રાજ્ય છે, જ્યાંની કૂલ વસ્તી 11 લાખની છે, પણ એક જ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનનું નામ છે બૈરાબી રેલવે સ્ટેશન. બૈરાબી રેલવે સ્ટેશનના ત્રણ પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક ધરાવે છે. બૈરાબી રેલવે સ્ટેશન ઉત્તરી મિઝોરમમાં આવેલું છે, જ્યારે ઐઝવાલથી 90 કિલોમીટર અંતરે આવેલું છે.
