સરકારનો મોટો નિર્ણયઃ ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળશે મફત અનાજ
નવી દિલ્હીઃ પાટનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાને જુલાઈ 2024થી લઈને ડિસેમ્બર 2028 સુધી મફત ચોખા આપવાની મંજૂરી આપી છે. PMGKAY (ફૂડ સબસિડી) યોજનાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 100 ટકા ભંડોળની સાથે રાઈસ ફોર્ટિફિકેશનની પહેલ કેન્દ્ર સરકારની પહેલ તરીકે ચાલુ રહેશે. કેન્દ્ર સરકારની આ પહેલ લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS), અન્ય કલ્યાણ યોજનાઓ, સંકલિત બાળ વિકાસ સેવા (ICDS)માં ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો), દેશમાં એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દૂર કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં પીએમ પોષણ હાથ ધરવામાં આવી હતી.
આ યોજના માર્ચ 2024થી લંબાવી 2028 સુધી કરી શકશે
એપ્રિલ 2022માં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA)એ માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં રાઈસ ફોર્ટીફાઈડ પહેલને તબક્કાવાર રીતે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. ત્રણેય તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને તમામમાં ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાય માટે સાર્વત્રિક કવરેજનો લક્ષ્યાંક છે. સરકારની યોજનાઓ માર્ચ 2024 સુધીમાં હાંસલ કરવામાં આવી હતી.
2019 અને 2021 ની વચ્ચે હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ, એનિમિયા ભારતમાં એક વ્યાપક સમસ્યા છે, જે વિવિધ વય જૂથો અને આવકના સ્તરના બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને અસર કરે છે. આયર્નની ઉણપ ઉપરાંત, વિટામિન B12 અને ફોલિક એસિડ જેવી અન્ય વિટામિન અને ખનિજોની ઉણપ પણ ચાલુ રહે છે, જે વસ્તીના આરોગ્ય અને ઉત્પાદકતાને અસર કરે છે.
દેશની 65 ટકા વસ્તી મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે ચોખા
વસ્તીમાં એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્ત્વોના કુપોષણને રોકવા માટે સલામત અને અસરકારક માપદંડ તરીકે ફૂડ ફોર્ટિફિકેશનનો વૈશ્વિક સ્તરે ઉપયોગ કરવામાં આવે છે. ચોખા એ ભારતીય સંદર્ભમાં સૂક્ષ્મ પોષકતત્વો પૂરા પાડવા માટે એક ઉત્તમ પોષક તત્વે છે, કારણ કે ભારતની 65 ટકા વસ્તી મુખ્ય ખોરાક તરીકે ચોખાનો ઉપયોગ કરે છે. અહીં એ જણાવવાનું કે ચોખાના ફોર્ટિફિકેશનમાં FSSAI દ્વારા નિયમિત ચોખા (કસ્ટમ મિલ્ડ રાઇસ)માં બારીક પોષકતત્વો (આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી 12)થી સમૃદ્ધ ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ (FRK) ઉમેરવાનો સમાવેશ થાય છે.
