પીએમ મોદીએ પોતાનો જ ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને…
ડીપફેકના જમાનામાં દરેક લોકો એનાથી સાવધ થવાની તાકીદ કરી રહ્યા છે. ભૂતકાળમાં જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓએ તેના ભોગ બન્યા પછી ફરિયાદ કરી હતી. એના સંબંધમાં સરકારે પણ સખત કાયદા ઘડવાની તજવીજ કરવાની હૈયાધારણ આપ્યા પછી આજે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે પીએમ મોદીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પીએમ મોદીએ ખૂદ શેર કર્યો છે.
સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ આ વીડિયો શેર કર્યા પછી હજારો લોકોએ તેના અંગે પ્રતિક્રિયા આપી છે. મોદીએ એ વીડિયો શેર કરીને જે કાંઈ લખ્યું એનાથી લોકોનું દિલ જીતી લીધું છે, જ્યારે તેના અંગે અનેક યૂઝરે તેની પ્રશંસા કરી છે. એક યૂઝરે લખ્યું છે કે કુલેસ્ટ પીએમ એવર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લખ્યું છે કે મારી જાતને ડાન્સ કરતા જોઈને તમારા બધાની માફક મને પણ આનંદ થયો છે. ચૂંટણીની મોસમમાં આ પ્રકારની ક્રિએટિવિટી હકીકતમા આનંદદાયક છે.
Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀
Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R
— Narendra Modi (@narendramodi) May 6, 2024
આ વીડિયો શેર કરવાની સાથે ત્રીજા તબક્કાના મતદાનમાં ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત તમામ ગુજરાતના ટોચના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું હતું. અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગરની બેઠકના ઉમેદવાર છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે પાર્ટીના સચિવ સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પીએમ મોદીએ કેસરી કોટી તો અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યું હતું. પીએમ મોદી ખૂદ ચાલીને મતદાન કરવા નીકળ્યા હતા, ત્યારે હજારો બાળકોની મેદની હતી. બાળકોને પહેલી વખત ઓટોગ્રાફ આપ્યા હતા.
Voted in the 2024 Lok Sabha elections! Urging everyone to do so as well and strengthen our democracy. pic.twitter.com/PlLCw7Fwe3
— Narendra Modi (@narendramodi) May 7, 2024
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની સાથે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ હોંશેહોંશે મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રની આઠ સીટ પરના મતદાન વચ્ચે કાઠિયાવાડીઓએ ગરબાની રમઝટ વચ્ચે ઢોલ-નગારાના તાલે નાગરિકોએ પરિવાર સાથે મતદાન કર્યું હોવાના સમાચાર હતા.
ગુજરાતની 25 સીટ પર મતદાનના વચ્ચે એક સીટ સુરતમાં ભાજપને ફાળે ગઈ છે, જ્યારે બાકી 25 બેઠક પર ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટી મેદાનમાં છે. લોકસભાની ચૂંટણી સિવાય ગુજરાતમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ પાંચ વિધાનસભા સીટની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં 266 ઉમેદવાર અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવાર મેદાનમાં છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને માટે સૌથી મોટો પડકાર પુરુષોત્તમ રુપાલાની સીટનો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી મોટો પડકાર પવાર પરિવારમાં છે. પહેલી વખત પવાર પરિવાર વચ્ચે બારામતીની સીટ પર જંગ છે, જેમાં અજિત પવારના પત્ની સામે શરદ પવારના દીકરી સુપ્રિયા સુળેની લડત છે.
દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં વહેલી સવારથી લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદબેન પટેલે પણ અમદાવાદની શિલજ પ્રાઈમરી સ્કૂલમાં પોતાનો મત આપ્યો હતો.
