શું તમે પણ તમારા મોબાઈલ ફોનને કવર લગાવો છો? ફાયદો થાય છે કે નુકસાન જાણીને ચોંકી જશો!
ટાઈટલ વાંચીને એકાદ ક્ષણ માટે તો તમારા મનમાં પણ એવો વિચાર તો ચોક્કસ આવ્યો હશે કે ભાઈ મોબાઈલ ફોનને કવર જ એટલે લગાવવામાં આવે છે કે તેને નુકસાન ના પહોંચે, તો તમારો આ સવાલ જ ખોટો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે મોબાઈલ ફોનને કવર લગાવવાથી તમે તેની બોડીને થનારા નુકસાનથી તો બચાવી લો છો, પણ એના સિવાય તેને કારણે મોટું નુકસાન થાય છે. ચાલો તમને આ નુકસાન વિશે જણાવીએ…
જી હા, અબજોપતિ હોવા છતાં પણ ટેસ્લા જેવી કંપનીના માલિક અને અબજોપતિ એલન મસ્ક પોતાના સ્માર્ટ ફોનને કવર નથી લગાડતા. એકલા મસ્ક જ નહીં પણ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ મોબાઈલ ફોનને કવર નથી લગાડતા. હવે તેમને પોતાના ફોનની કંઈ પડી નથી અને એટલે તેઓ મોબાઈલ ફોનને કવર નથી લગાવતા એવું તમારું માનવું હોય તો તે ખોટું છે, કારણ કે આ બંને હસ્તીઓ ખાસ કારણસર પોતાના મોબાઈલને કવર નથી લગાવતી.

અગાઉ કહ્યું એમ મોબાઈલ ફોનને ડેમેજથી બચાવવા કવર લગાવીએ છીએ, પણ શું તમે જાણો છો કે મોબાઈલ ફોનને કવર નહીં લગાવવાના પણ અમુક ફાયદા છે. આ ફાયદાઓ વિશે જાણીને તમે પણ ઝકરબર્ગ અને મસ્કની જેમ મોબાઈલ ફોનને કવર લગાવવાનું બંધ કરી દેશો. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને આ ફાયદાઓ વિશે જણાવીએ-
⦁ હિટિંગની સમસ્યામાંથી મળે છે રાહત
મોબાઈલ ફોનને કવર નહીં લગાવવાના ફાયદા વિશે વાત કરીએ તો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો તો એ છે કે આને કારણે તમારો મોબાઈલ ફોન ખૂબ જ છો ગરમ થાય છે. ફોન ગરમ થાય એટલે તેના પર્ફોર્મન્સ પર તેની અસર જોવા મળે છે. જો તમારો હેન્ડસેટ પણ હિટ થાય છે તો કવર કાઢી નાખો અને જુઓ મેજિક…
⦁ મોબાઈલનો લૂક સ્માર્ટ લાગે છે
જી હા, આપણામાંથી અનેક લોકો મોબાઈલ ફોનના ફીચરની સાથે સાથે તેના લૂકને લઈને પણ કોન્શિયસ હોય છે. આવા લોકો મોબાઈલ ફોનને કવર નહીં લગાવવાથી તે એકદમ સ્લિમ ટ્રિમ દેખાય છે અને એની સાથે સાથે જ એની ડિઝાઈન અને કલર વધુ સારી રીતે ઉઠીને દેખાય છે.
⦁ કેરી કરવામાં સરળતા રહે છે
મોબાઈલ ફોન પર કવર નહીં લગાવવાને કારણે તેને કેરી કરવાનું ખૂબ જ સરળ બની જાય છે અને કવરને કારણે ઘણી વખત તેમાં રજકણો અને ગંદકી જમા થાય છે, જેને કારણે મોબાઈલ ખરાબ થાય છે એ જોખમ પણ ઘટી જાય છે.
⦁ એન્ટેના બ્લોક થાય છે
મોબાઈલ ફોનને કવર નહીં લગાવવાથી થતાં છેલ્લાં પણ મહત્ત્વના ફાયદા વિશે વાત કરીએ મોબાઈલ ફોનને કવર લગાવવાથી તેના એન્ટેના બેન્ડ બ્લોક થઈ જાય છે અને નેટવર્કની સમસ્યા ઉદભવી શકે છે. કવર વિના મોબાઈલ ફોન ઉપયોગમાં લેવાથી નેટવર્ક પણ સારી રીતે પકડાય છે.
