આઝાદીના 77 વર્ષ પછી મિઝોરમની રાજધાનીને મળશે રેલવે કનેક્ટિવિટી
પચાસ ટનલ સહિત 150 પુલને પાર કરતા ટ્રેન પહોંચી શકશે હવે ઐઝવાલ
ભારત આઝાદ થયા પછી પણ દેશના અનેક રાજ્યમાં રેલ કનેક્ટિવિટી પર્યાપ્ત નથી. ભારત ધીમે ધીમે વિકસી રહ્યું છે પણ કનેક્ટિવિટી ચાહે રેલ હોય રોડ યા એવિયેશનની અધૂરી રહેવાની. આઝાદી પછી પણ દેશ વિકસી રહ્યો છે, જેમાં કાચબા ગતિ છે. વાત કરીએ રેલવેની, જે સ્વતંત્રતા પછી વધુ એક રાજ્યની રાજધાની ડાયરેક્ટ રેલવે લાઈન સાથે જોડાશે. હા, મિઝોરમનું ઐઝવાલ સાથે જોડવામાં આવશે. મિઝોરમ ભારત માટે મહત્વનું રાજ્ય છે, જેની પશ્ચિમમાં બાંગ્લાદેશ અને પૂર્વ-દક્ષિણમાં બર્મા (મ્યાનમાર) આવેલા છે. વ્યૂહાત્મક રીતે મિઝોરમનું ભારત માટે મહત્ત્વ છે.

રસ્તાની વાત કરીએ તો 5,000 કિલોમીટરની લંબાઈ ધરાવે
રાજ્યના ત્રણ જિલ્લા ઐઝવાલ, લુન્ગલેઈ અને છીમ્ટુઈપુઈ છે. મિઝો એટલે ડુંગરવાસીઓ થાય છે, જે ડુંગરવાસીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે. ભૌગોલિક રીતે રાજ્ય કુદરતી સમૃદ્ધ છે, જ્યારે રાજ્યની મોટાભાગની આબાદી ખેતીવાડી પર નિર્ભર કરે છે, જ્યારે રાજ્યમાં મહિલાઓ ભરતગૂંથણથી લઈ પરંપરાગત કુટિર ઉદ્યોગો સાથે સંકળાયેલ છે. રસ્તાની વાત કરીએ તો 5,000 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જ્યારે રેલવે પણ બૈરાબી સુધી છે. ઉપરાંત, ઐઝવાલમાં એરપોર્ટ પણ આવેલું છે હવે રેલવે સ્ટેશન પણ તૈયાર થઈને ટ્રેન પણ પહોંચશે. મિઝોરમના લોકો માટે ઐતિહાસિક દિવસની ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે પાટનગર આઈઝોલ જ્યારે દેશના વિશાળ રેલ નેટવર્ક સાથે જોડવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે દેશની આઝાદીના 77 વર્ષ પછી પહેલી વખત ઐઝવાલને રેલ કનેક્ટિવિટી મળશે, જે દુર્ગમ પહાડો, નદીઓ, ઝરણાને પસાર કરીને પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે.

બૈરાબી-સૈરાંગ રેલવે લાઈન મારફત ઐઝવાલ સુધી પહોંચાશે
અત્યાર સુધીમાં મિઝોરમના લોકોને ડાયરેક્ટ રેલવે કનેક્ટિવિટી નહોતી. અગાઉ મિઝોરમના લોકો બૈરાબી રેલવે સ્ટેશન સુધી કનેક્શન હતું, જે આસામ-મિઝોરમ બોર્ડર આવેલું સ્ટેશન છે, જે રાજ્યનું એકમાત્ર સ્ટેશન હતું, પરંતુ હવે બૈરાબી-સૈરાંગ રેલવે લાઈન મારફત ઐઝવાલ સુધી પહોંચી શકાશે. દુર્ગમ સ્ટેશન સુધી પહોંચવાની વાત પણ એક ચમત્કાર જેવી જ છે. બૈરાબી-સૈરાંગ રેલવે લાઈનનો શિલારોપણ 2014માં કરવામાં આવ્યો હતો અને મોદી ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે. દેશની રાજધાની દિલ્હીથી ઐઝવાલ સુધી સફર કરી શકશે.

51 કિલોમીટરની સફરમાં હશે 150 પુલ
આસામ-મિઝોરમથી પસાર થતા છેક આઈઝોલ પહોંચવામાં અનેક દુર્ગમ વિસ્તારોમાં રેલવે લાઈનનું નિર્માણ કર્યું છે. લગભગ 51.38 કિલોમીટર લાંબી બૈરાબી-સૈરાંગ ટ્રેક પરથી ટ્રેન લગભગ પચાસ ટલન બનાવવામાં આવી છે. આ રેલવે લાઈન બનાવવાનું કામ હકીકતમાં પડકારજનક હતું, કારણ કે દરિયાઈ સપાટી પરથી લગભગ 81 મીટરની ઊંચાઈ પર પુલ બનાવવામાં આવ્યા છે.
12 મહિનામાંથી આઠ મહિના વરસાદ પડે
હવામાનમાં ગમે ત્યારે પલટો આવે એની સાથે વર્ષના આઠેક મહિના તો વરસાદ પડવાનું ચાલુ રહે. એના સિવાય રાષ્ટ્રીય ધોરીમાર્ગોથી દૂર હોવાને કારણે જરુરી મટિરિયલ લાવવામાં મુશ્કેલ પડે. વરસાદને કારણે ભૂસ્ખલનનું પ્રમાણ વધારે રહે છે, જેથી જેટલું કામ કરવામાં આવે એનાથી ડબલ નુકસાન થઈ જતું. બે વર્ષ તો અમે જરુરી સામગ્રી લાવવામાં બે વર્ષનો વિલંબ થયો અને ત્રીજા વર્ષે અમે સ્ટ્રેટજી બદલી હતી અને આખરે કામ પૂરું થયું. આમ છતાં રાજ્ય સરકાર અને અન્ય એજન્સીની મદદથી મૂળ કામ સફળતાથી પાર પાડી શક્યા, એમ ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું.

રેલ બિછાવવા માટે ભૂકંપવિરોધી ટેક્નિકનો ઉપયોગ
નોર્થ ફ્રન્ટિયર રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આ રેલવે લાઈન પૂરી થવાની સૌથી મોટી ખુશી છે અને ચાલુ થયા પછી મિઝોરમના વિકાસ માટે એક નવા યુગનો પ્રારંભ થશે. વેપાર-વાણિજ્યમાં તેજી આવશે. રેલ કનેક્ટિવિટી અંગે કહ્યું હતું કે હવે ટ્રાવેલિંગનો સમય 18 કલાકના બદલે 12 કલાક થશે. અહીં રેલવે લાઈન બિછાવવા માટે ભૂકંપવિરોધી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે, જ્યારે ગુવાહાટીથી ઐઝવાલનું ભાડું 450 રુપિયા રહેશે.
રાજધાની ઐઝવાલમાંથી કર્કવૃત્તની રેખા પસાર થાય છે
ભારતના પૂર્વાંચલના રાજ્યોની ઓળખ સેવન સિસ્ટર્સ તરીકે કરવામાં આવે છે, તેમાં સૌથી દક્ષિણનું રાજ્ય એ મિઝોરમ છે. પાટનગર ઐઝવાલમાંથી કર્કવૃત્તની રેખા પસાર થાય છે. પર્વતીય વિસ્તારમાં હોવાથી રેલવે માર્ગ ધરાવતું નહોતું, પરંતુ હવે એ સપનું સરકાર સાકાર કરાવી રહી છે. કોલકાતા, ગુવાહાટી, શિલોંગ અને સિલચર વગેરે નજીકના રેલવે સ્ટેશન છે, જ્યાંથી લગભગ દોઢથી બે દિવસ બાય રોડથી મિઝોરમ પહોંચવામાં આવતું હતું, પણ એ અડધા દિવસમાં બાય ટ્રેન પહોંચવાનું સરળ થશે.
