સુરતમાં ચમત્કારઃ ઘરની છત પરથી પાણીની ટાંકી ફેંકી, મહિલા પર પડી પણ…
સુરતમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયર થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક ભંગારવાળો છત પરથી ટાંકીને ફેંકે છે. સૌથી ચોંકાવનારી વાત હતી એ જ્યારે છત પરથી ટાંકી ફેંકે છે, ત્યારે તે એક મહિલા પર પડે છે. મહિલા પર પડી હતી. એ જોઈને સૌ ચોંકી ગયા હતા, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ હતી કે મહિલા સુરક્ષિત રીતે બહાર નીકળી હતી.
ફિલ્મી ઢબે જાણે ટાંકી હવામાંથી સીધી મહિલા પર પડે છે અને બચી પણ જાય છે. આ વીડિયોની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વીડિયો સુરતના ડિંડોલી વિસ્તારના માસી રેસિડન્સનો છે, જ્યાં ભંગાળવાળાએ એક ઘરની છત પરથી ટાંકીને નીચે ફેંકી હતી. મહિલા પર ટાંકી પડ્યા પછી તે પડી ગઈ હતી, પરંતુ ક્યાંય વાગ્યું નહોતું અને સુરક્ષિત રીતે બહાર નીકળી હતી. આ બનાવ સીસીટીવી કેમેરા કેદમાં થયો હતો અને દસમી ઓક્ટોબરે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ પછી વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો, જેમાં અનેક યૂઝરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
Kuch bhi ho khana rukna nahi chahiye..! pic.twitter.com/4220xFA0sJ
— Pooja_1010 (@Dabbu_1010) October 13, 2024
સીસીટીવીમાં કેદ તસવીરમાં જોવા મળ્યું હતું કે મહિલા ડિંડોલી વિસ્તારની માસી રેસિડન્ટમાં જઈ રહી છે અને અચાનક ઉપરથી ટાંકી પડે છે. આ પાણીની ટાંકી મહિલા પર પડે છે ત્યારે એક પુરુષ પણ તેની નજીક પહોંચે છે અને મહિલા ટાંકીની અદરથી ઉઠીને ઊભી થઈ જાય છે. આ ઘટના જોઈને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ પણ મદદ માટે પહોંચી જાય છે.
આ બનાવ પછી સોસાયટીના રહેવાસીઓ પર મહિલા પાસે પહોંચ્યા હતા. આ બનાવ અંગે સિક્યોરિટી ગાર્ડ રાજા રામ મિશ્રાએ કહ્યું કે દસમી ઓક્ટોબરના મંદિરમાં આરતી થઈ હતી અને મહિલા પ્રસાદ લઈને ઘરે પાછી રહી હતી, ત્યારે જૂની ટાંકી ભંગારવાળાને આપી હતી. ભંગારવાળાએ પાણીની ટાંકીને સીધી ઉપરથી ફેંકી હતી, પણ માતાજીનો ચમત્કાર હતો કે પાણીની ટાંકી ફેંકી પણ મહિલા બચી ગઈ. હું પણ એ વખતે ત્યાં પણ હાજર હતો, પરંતુ કોઈને જરા પણ વાગ્યું નહોતું. વાસ્તવમાં આ બનાવ ચમત્કારથી કંઈ કમ નહોતો, એમ સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું.
