યુદ્ધના સંકટ વચ્ચે 2177 કિમી લાંબો GCC રેલવે પ્રોજેક્ટ બદલશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા વચ્ચે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો પર સંકટ તોળાઈ રહ્યું છે. રોજના સેંકડો જહાજો સાંકળા માર્ગમાંથી પસાર થઈને કરોડો લોકો માટે ગેસ-ઓઈલ પૂરું પાડે છે, પરંતુ ઈરાન એને બાનમાં લીધું છે, જેનાથી મિડલ ઈસ્ટમાં નવું સંકટ ઊભું થયું છે. પર્યાપ્ત પુરવઠો નહીં પહોંચતા દુનિયાના દેશો પણ મુશ્કેલીમાં મૂકાયા છે, પરંતુ ખબર છે મિડલ ઈસ્ટના છ દેશમાંથી સૌથી લાંબી રેલવે લાઈનનું નિર્મઆણ કરવામાં આવે છે, જે પૈસા અને સમય બંને બચાવશે, જ્યારે આ રેલવે લાઈન માટે અબજો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જાણીએ રેલવે લાઈનની વિશેષતા.
હાલમાં ઈરાન પરના હુમલા પછી મિડલ ઈસ્ટ આખુ સંકટમાં આવ્યું છે. અમેરિકાના હુમલામાં ઈરાને ખાડી દેશોને નિશાન બનાવ્યા છે. મિડલ ઈસ્ટમાંથી દુનિયાભરમાં તેલ અને ગેસનો ભંડારનું હેડ ક્વાર્ટર છે, જે વૈશ્વિક ઊર્જા માટેનું પાવરહાઉસ પણ છે, પરંતુ યુદ્ધમાં સપડાવવાને કારણે પ્રસ્તાવિત રેલવે લાઈન પર નવું સંકટ ઊભું થયું છે. મિડલ ઈસ્ટના છ દેશ અને 2,177 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર નિર્માણ કાર્યમાં અવરોધના વાદળો ઘેરાયા છે.
ગલ્ફ રેલવે (જીસીસી રેલવે) મિડલ ઈસ્ટનો સૌથી મોટો રેલવે પ્રોજેક્ટ છે, જેના મારફત ખાડી દેશના છ રાષ્ટ્રને જોડવામાં આવશે, જેમાં યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ), ઓમાન, કતાર, બહેરિન અને કુવૈતનો સમાવેશ થાય છે. 2177 કિલોમીટર લાંબી રેલ લિંક મારફત છ દેશને જોડવામાં આવશે જેનું કામકાજ 2030 સુધીમાં પૂરું કરવામાં આવશે.
જીસીસી રેલવે મેગા પ્રોજેક્ટ પર 250 અબજ ડોલરનો ખર્ચ કરવાની યોજના છે. કુવૈત સેન્ટ્રલ એજન્સી ઓફ પબ્લિક ટેન્ડરએ તુર્કીની એન્જિનિયરિંગ ફર્મ પ્રોયાપીએ આ રેલવે લાઈનને ડિઝાઈનની જવાબદારી સોંપવામાં આવી છે. 2177 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું કામકાજ અનેક તબક્કામાં પૂરું કરવામાં આવશે, જેની મંજૂરી 2009માં મળી હતી.
જીસીસી (ગલ્ફ રેલવે) કુવૈતથી ઓમાનને જોડનારી રેલવે લાઈનમાં કલાકના 220થી 250 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવાની યોજના છે, જ્યારે આ રેલવે લાઈનનું કામ પૂરું થાય પછી દર વર્ષે આઠ અબજ પેસેન્જર તેનો લાભ લેશે, જ્યારે 95 મિલિયન ટન કાર્ગોની હેરફેર કરવાનો લક્ષ્યાંક છે. આ રેલ્વેનો ઉદ્દેશ્ય આરબ દેશો વચ્ચે મુસાફરીને સરળ અને સસ્તી બનાવવાનો છે. ગલ્ફ રેલ્વે આરબ દેશો વચ્ચેના માલસામાનના ખર્ચમાં 40 ટકા સુધીનો ઘટાડો કરશે અને મુસાફરીનો સમય અડધાથી વધુ ઘટાડશે.
