February 12, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝનેશનલબિઝનેસ

Global outage: માઈક્રોસોફ્ટને ગણતરીના કલાકોમાં 23 અબજ ડોલરનો ફટકો

Spread the love

દુનિયાની સૌથી મોટી કંપનીમાં માઈક્રોસોફ્ટના આઉટેજને કારણે દુનિયાભરની બેંકો, રેલવે, એરપોર્ટ સહિત ઈન્ટરનેટ સંચાલિત કંપનીઓને સૌથી મોટો ફટકો પડ્યો હતો. માઈક્રોસોફ્ટની આઈટી સિસ્ટમ ક્રેશ થવાના ગણતરીના કલાકોમાં 23 અબજ ડોલરનું નુકસાન થયું.
માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે દુનિયાભરની બેન્કિંગ અને એરપોર્ટની સર્વિસને સૌથી વધુ અસર થઈ હતી, પરિણામે દુનિયાની સૌથી મોટી આઈટી કંપની માઈક્રોસોફ્ટને સૌથી મોટું નુકસાન થયું હતું. કંપનીને 23 અબજ ડોલર એટલે 19.25 ખરવ રુપિયાનું નુકસાન ભોગવવું પડ્યું, જ્યારે તેને કારણે દુનિયાભરની ઈન્ટરનેટ જાયન્ટ કંપનીઓને નુકસાન થયું તેમ જ અનેક દેશોની પરિવહન સિસ્ટમ પર ગંભીર અસર જોવા મળી હતી. યુરોપમાં રેલવે, એરપોર્ટ સહિત મેટ્રો સિસ્ટમને અસર થઈ હતી.
આઉટેજને કારણે દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટના સ્ટોકમાં ગાબડું પડ્યું હતું. કંપનીના ભાવમાં 0.71 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે લગભગ 23 અબજ ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું હતું. 19 જુલાઈના માઈક્રોસોફ્ટના સ્ટોકનો ભાવ સવાર (10.09 વાગ્યે) 443.52 ડોલર હતો, પરંતુ આઉટેજને કારણે ભાવ ઘટીને 440.37 ડોલરે રહ્યો હતો. માઈક્રોસોફ્ટ પણ એપલની માફક ટેક જાયન્ટ કંપની માનવામાં આવે છે. આઈટી આઉટેજ પહેલા માઈક્રોસોફ્ટનું માર્કેટ કેપ 3.27 લાખ કરોડ ડોલર હતું. અલબત્ત, કંપનીના ભાવમાં 0.1 ટકાનો પણ ઘટાડો થાય તો કંપનીને લગભગ 3.33 અબજ ડોલર યાને 2.78 અબજ રુપિયાનું નુકસાન થાય છે.
માર્કેટના વર્તુળે કહ્યું હતું કે માઈક્રોસોફ્ટ આઈટી સેક્ટરની જાયન્ટ કંપની પૈકીની એક છે. દુનિયાભરમાં આઉટેજ થવાને કારણે સ્ટોકમાર્કેટમાં તેના શેરના ભાવ પર અસર થઈ હતી. ટેક્નિકલ કારણસર શેરના ભાવમાં ગાબડું નોંધાયું છે. ગણતરીના કલાકોમાં શેરના ભાવમાં સૌથી મોટું ધોવાણ થયું હતું. એટલે 23 અબજ ડોલરનું નુકસાન થયું હતું. માઈક્રોસોફ્ટ પર દુનિયાભરની મોટી કંપનીઓને વિશ્વાસ છે, તેથી બહુ ઓછા સમયમાં આ નુકસાનની ભરપાઈ કરશે.
ક્રાઉડસ્ટ્રાઈક યા આઈટી આઉટેજને કારણે દુનિયાભરમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, આઈટી સહિત એવિયેશન સેક્ટર પર સૌથી મોટી અસર થઈ છે. એક અંદાજ પ્રમાણે શુક્રવારે દુનિયાભરમાં 1.10 લાખ ફ્લાઈટનું શેડ્યૂલ હતું, જેમાંથી બપોર સુધીના આંકડા પ્રમાણે એકલા યુએસ ઈસ્ટકોસ્ટ 2,200થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, જ્યારે 6,000થી વધુ ફ્લાઈટ મોડી પડી છે. ભારતમાં પણ સ્પાઈસ જેટ, ઈન્ડિગો, એર ઈન્ડિયા સહિત અન્ય કંપનીની ફ્લાઈટ સેવા પર અસર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!