February 20, 2026
મુંબઈ

આવતીકાલે ત્રણેય લાઈન પર મેગા બ્લોક, લોકલ ટ્રેનોના હશે ધાંધિયા

Spread the love

મુંબઈ: દર રવિવારની જેમ આવતીકાલે પણ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના કામ હાથ ધરાવવાના હોવાથી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ મેગા બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે બહાર ફરવા જવાનું વિચારો છો તો પહેલાં આ સમાચાર ચોક્ક્સ વાંચી લેજો.

મધ્ય રેલવેના થાણે કલ્યાણ વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે લાંબા અંતરની મેલ એકસપ્રેસ ટ્રેનો થાણે કલ્યાણ વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે અપ ડાઉન લાઈન પર લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી છે.

હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર પનવેલ વાશી વચ્ચે અપ ડાઉન લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી પનવેલ બેલાપુર વચ્ચે અને થાણે પનવેલ વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. સીએસએમટી વાશી અને થાણેથી વાશી, નેરૂળ વચ્ચે ટ્રેનો દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે પર બોરીવલી- રામ મંદિર સ્ટેશન વચ્ચે ફાસ્ટ અપ ડાઉન લાઈન પર સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી પાંચ કલાકનો જંબો બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ ડાઉન ફાસ્ટ લોકલ અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે લોકલ ટ્રેનો મોડી પડશે. પ્રવાસીઓએ જો જરુરી હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!