July 1, 2025
ટેકનોલોજીટોપ ન્યુઝ

Important News Alet: આ કારણે ચોથી જૂન બાદ Mobile વાપરવાનું બનશે મોંઘું

Spread the love

નવી દિલ્હીઃ હાલમાં દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ચોથી જૂનના આખું પિક્ચર ક્લિયર થઈ જશે. પરંતુ આ બધા વચ્ચે મોબાઈલ ફોન યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ચોથી જૂન બાદથી મોબાઈલ ફોન વાપરવાનું મોંઘું બનશે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે Indian Telecom Sector દ્વારા જૂન મહિનામાં ટેરિફમાં 20થી 25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.
અગાઉ વ્યક્ત કરવામાં આવેલા અંદાજ પ્રમાણે આ વધારો માત્ર 10થી 15 ટકા જેટલો અપેક્ષિત હતો. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, આ વધારા બાદ કંપનીઓના રોકડના પ્રવાહમાં સુધારો જોવા મળશે તેમ જ તેઓ હાઈ માર્જિનવાળા બ્રોડ બેન્ડ અને એન્ટરપ્રાઇઝ / ડેટા સર્વિસને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ બનાવી શકશે.
એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય ટેલિકોમ કંપનીઓ તેમના રોકાણને પુન:પ્રાપ્ત કરવા માટે એક વર્ષની અંદર ભાવમાં ફરી વધારો કરી શકે છે.
હાલમાં ભારતીય બજારમાં ટેલિકોમ કંપનીઓ કોઈ ખાસ હલચલ જોવા નથી મળી રહી. પરંતુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ શાખા રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જ આઈપીઓ લોન્ચ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. જિયોનો આઈપીઓ ટેલિકોમ સેક્ટરમાં મહત્વની ઘટના બની શકે છે, જેના પર ચોક્કસપણે નજર રાખવી જોઈએ.
વિશ્લેષકો ટેલિકોમ કંપનીઓ દ્વારા ભાવ વધારવા માટે આશાવાદી છે.

તે વિચારે છે કે તમામ કંપનીઓ આ પગલાને અનુસરશે, કારણ કે ડેટા સેવાઓના મર્યાદિત વિકલ્પો અને લોકપ્રિયતાને જોતાં ગ્રાહકો 20-25% વધારો સહન શકે છે. તેમનો અંદાજ છે કે ૪ જૂનના ચૂંટણી પરિણામો પછી ભાવ વધશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નેટવર્કથી આગળ વધી રહી છે. ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવનારા સમયમાં ફાઈબર બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઈઝ સર્વિસ, ડેટા સેન્ટર તેમ જ ડિજિટલ બિઝનેસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!