February 10, 2026
ટોપ ન્યુઝમુંબઈ

મરીન ડ્રાઈવ પર આવેલી યુવતીએ અચાનક જ લીધું એવું પગલું કે…

Spread the love

મુંબઈ: મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે એક યુવતીએ સમુદ્રમાં ઝંપલાવીને જીવનનો અંત લાવી દેતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય મૃતકની ઓળખ મમતા કદમ તરીકે કરવામાં આવી છે અને તે અંધેરીની રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. દરમિયાન પોલીસે જ્યારે તેના મોબાઈલ અને બેગની તપાસ કરતાં તેને વ્યક્તિગત કારણોસર આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના બાબતે માહિતી આપતા મુંબઈ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ પોલીસને મરીન ડ્રાઈવ ખાતે એક યુવતી ડૂબી રહી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ પોલીસ અને અગ્નિશામક દળના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને યુવતીને બહાર કાઢીને જીટી હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. અહીં ડોકટરોએ આ મમતા કદમને મૃત જાહેર કરી હતી.

પોલીસને આ બાબતે શંકા આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવતીઓએ સમુદ્રમાં કુદતા પહેલા ચોપાટી પર પોતાની બેગ છોડી હતી. આ બેગમાં રહેલાં આઈડી કાર્ડ પરથી મૃત યુવતીની ઓળખ મમતા પ્રવીણ કદમ (23) તરીકે કરવામાં આવી છે.

મમતા ફેમસ આઈટી કંપનીમાં નોકરી કરી રહી હતી. સવારે ઘરેથી ઓફિસ જવા માટે નીકળી હતી, પણ તે ઓફિસ પહોંચી જ નહોતી. ત્યાંથી તે સવરે જ મરીન ડ્રાઈવ ખાતે પહોંચી હતી.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચોપાટી ખાતે આવેલી ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલની સામે મમતાએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો અને એ જ સમયે મમતાનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!