July 1, 2025
મુંબઈ

ખુશખબર: આજથી મરીન ડ્રાઈવથી બાંદ્રા 15 મિનિટમાં પહોંચાશે અને ટ્રાફિકમાંથી મુક્તિ!

Spread the love

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે મહારાષ્ટ્ર સરકારની સાથે પાલિકા પ્રશાસન પણ પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવાની વેતરણમાં છે. એની સાથે સરકાર પણ જાહેર જનતાને રિઝવવા માટે કોઈ પ્રયાસ અધૂરા મૂકવા માગતી નથી. હવે જનતાને પ્રસન્ન કરવા માટે બે મહાગઠબંનની જોરદાર ટક્કર છે. સત્તાધારી એકનાથ શિંદેની સરકારે આજથી કોસ્ટલ રોડના એક ભાગને ખુલ્લો મૂકીને મુંબઈગરાની ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ આપી છે.
worli to bandra
કોસ્ટલ રોડ અને બાંદ્રા વરલી સી લિંકને જોડતા કનેક્ટર ખુલ્લું
મરીન ડ્રાઈવથી બાંદ્રા યા આગળ જનારા વાહનચાલકો માટે કોસ્ટલ રોડનો ઉપયોગ કરી શકશે.
મુંબઈના કોસ્ટલ રોડ અને બાંદ્રા વરલી સી લિંકને જોડનારા નોર્થ બાઉન્ડ કનેક્ટર બ્રિજનું ગઈકાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું અને સત્તાવાર રીતે આજે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
Marine Driveથી 15 મિનિટમાં બાંદ્રા પહોંચી શકાશે
જો તમારે દક્ષિણ મુંબઈમાંથી ઉત્તર મુંબઈ તરફ જવું હશે તો મરીન ડ્રાઈવથી કોસ્ટલ રોડથી બાંદ્રા વરલી સી લિંકનો ઉપયોગ કરીને સીધા તમે બાંદ્રા જઈ શકશો. આ મુસાફરી લગભગ 15થી 20 મિનિટમાં થશે. આ અગાઉ મુસાફરી એક કલાકથી વધુ સમય લાગતો હતો. હવે અડધા કલાકનો સમય બચવા સાથે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
કોસ્ટલ રોડના દક્ષિણ ભાગને જોડ્યો
કોસ્ટલ રોડના દક્ષિણ ભાગને બાંદ્રા વરલી સી લિંકથી જોડવામાં આવ્યો છે, તેનાથી લોકો બાંદ્રા સુધી મુસાફરી કરી શકશે. કોસ્ટલ રોડ અને સી લિંકને કનેક્ટ કરવાથી બિંદુ માધવ ચૌક ખાતેના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, કોસ્ટલ રોડ અને સી લિંકને કનેક્ટ કરવાથી મરીન ડ્રાઈવથી વરલી અને વરલીથી કોસ્ટલ રોડ મારફત સી લિંકથી સીધા બાંદ્રા પહોંચી શકશો.
પ્રદૂષણમાંથી પણ મળશે મુક્તિ
ઉદ્ઘાટન વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ શરુ કરવાથી વાહનચાલકોને મોટી રાહત થશે. ટ્રાફિકજામમાંથી મુક્તિ મળવાની સાથે પ્રદૂષણમાં ઘટાડો થશે. કોસ્ટલ રોડને બાંદ્રા વરલી સી લિંકનું કનેક્ટર મળવાથી અડધા કલાકની બચત થશે. અમે જે વચન આપ્યુ હતું એ પૂરું કરવામાં આવ્યું છે. 25 વર્ષથી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. અગાઉ કોંગ્રેસની સરકાર હતી કંઈ કર્યું નહોતું પણ અમે કામ પાર પાડ્યું એવો દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!