મનુ કે દિલ કી બાત: જો કલાક પણ વિતાવવાનો મળે તો આ ખેલાડી પહેલી પસંદ
પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ભારત માટે એકસાથે બે મેડલ જીતી લાવનાર શુટર મનુ ભાકર હજુ પણ ચર્ચામાં છે. ચાહે શૂટિંગમાં બે મેડલ જીતવાની વાત હોય કે પછી સાથી ખેલાડી સાથે લગ્નની વાત જ કેમ ના હોય? સૌથી વધુ તો નીરજ ચોપરાની સાથે નામ ચર્ચામાં રહ્યું છે. એના પછી તો રાજકારણમાં પ્રવેશ અંગેની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જોકે તાજેતરમાં મનુ ભાકરને એક મુલાકાતમાં મજાના સવાલો પૂછ્યા હતા અને એના જવાબ આપીને મનુએ લોકોનું દિલ જીતી લીધું હતું.
મનુ ભાકરને પૂછવામાં આવ્યું કે જો તેને એક કલાક સમય કોઈ ખેલાડી સાથે પસાર કરવાની તક મળે તો કોને પસંદ કરે? અને મનુ એ ભારતીય ખેલાડીના નામ લેવાને બદલે વિદેશી ખેલાડીનું નામ લઈને ચોંકવ્યા હતા. યસ, મનુએ યુસેન બોલ્ટનું નામ આપ્યું હતું.
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન હોય કે કિંગ કોહલીનું નામ નહોતું લીધું પણ મનુ એ કહ્યું મને જો સમય પસાર કરવાનો ટાઈમ મળે તો દુનિયાના નંબર વન “દોડવીર” યુસેન બોલ્ટ સાથે સમય વિતવાશે. મીડિયાના અહેવાલ અનુસાર જમૈકાના રનવીર યુસેન બોલ્ટની સંપતિ 753 કરોડ રૂપિયાની છે.
જોકે મનુ ભાકરે એ સ્પષ્ટતા કરી હતી કે જો મને ભારતીય ક્રિકેટર પાસે જો કોઈ સમય પસાર કરવાની તક મળે તો એ મારા માટે સન્માનની વાત હશે.
સચિન કે કોહલી અંગે કહ્યું હતું કે મારા માટે સચિન અને વિરાટ કોહલી હોય કે પછી મહેન્દ્ર સિંહ ધોની સાથે સમય વિતાવવાની તક મળે તો એને જતી નહિ કરે.