February 19, 2026
ટોપ ન્યુઝમનોરંજન

મનોજ કુમારનું 87 વર્ષની ઉંમરે નિધનઃ ‘ભારત કુમાર’ તરીકે જાણીતા હતા

Spread the love

ઈમર્જન્સી વખતે ફિલ્મના પ્રતિબંધ બાદ એકમાત્ર અભિનેતા વડા પ્રધાન સામે કોર્ટેમાં ગયા હતા

બોલીવુડના જાણીતા અભિનેતા મનોજ કુમારનું જૈફ વયે નિધન થયું. લાંબા સમયથી હાર્ટ સંબંધિત બીમારીથી પીડાતા હતા. ઉપરાંત, તેમને ડીકન્પેન્સેટેડ લિવર સિરોસિસની બીમારી પણ હતી. એક્ટરના નિધનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે, જ્યારે તેમના નિધનને લઈ વડા પ્રધાન મોદીથી લઈને બોલીવુડના જાણીતા કલાકારોએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. મનોજ કુમારે શશિ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા અને તેમને પદ્મ શ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પણ મળ્યા હતા. પોતાની ફિલ્મ કારકિર્દીની શરુઆત ફેશન ફિલ્મથી કરી હતી અને 1960માં કાંચ કી ગુડિયા ફિલ્મમાં પહેલો લીડ રોલ મળ્યો હતો, એના પછી તેમને પાછું વળીને જોયું નહોતુ.

ફિલ્મી દુનિયામાં ‘ભારત કુમાર’થી જાણીતા હતા
મનોજ કુમારનું 87 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન મનોજ કુમારને ફિલ્મી દુનિયા ભારત કુમારના નામથી જાણતું હતું. મનોજ કુમાર ઈન્ડસ્ટ્રીમાં પોતાની દેશભક્તિની ફિલ્મોથી વિશેષ જાણીતા હતા 24 જુલાઈ, 1937માં હરિ કૃષ્ણ ગોસ્વામી જન્મેલા મનોજ કુમારની ‘ક્રાંતિ’ અને ‘ઉપકાર’ ફિલ્મ સુપરહીટ રહેતા લોકપ્રિયતામાં વધારો થયો હતો. એના સિવાય પૂર્વ ઔર પશ્ચિમ, શહીદ, રોટી કપડા ઔર મકાન, વગેરે ફિલમમો પણ પસંદ પડી હતી. દેશભક્તિની ફિલ્મોને કારણે તેમનું નામ ભારત કુમાર પાડવામાં આવ્યું હતું. છેલ્લી ફિલ્મ 1995માં મેદાન-એ જંગમાં જોવા મળ્યા હતા.

જયા બચ્ચને મનોજ કુમારની ‘ગુંડા’ સાથે તુલના કરી હતી
મનોજ કુમારની જર્નીની વાત કરીએ તો જાણીતા અભિનેત્રી જયા બચ્ચન સાથેના અણબનાવને લઈ તેઓ જાણીતા બન્યા હતા. જયા બચ્ચને એક વાર તો મનોજ કુમારને ગુંડા પણ કહ્યા હતા. જાણીએ રસપ્રદ કિસ્સા. એક જૂના ઈન્ટરવ્યૂમાં જયા બચ્ચને શૌર ફિલ્મના શૂટિંગ વખતે મનોજ કુમાર સાથેનો અનુભવ સારો નહીં રહ્યો હોવાનું જણાવ્યું હતું. મનોજ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્માં જયા અને નંદાની મુખ્ય ભૂમિકા હતી. ત્યારે એક્ટ્રેસે મનોજ કુમાર સાથે સારો અનુભવ થયો નહીં હોવાનું જણાવ્યુ હતું. મનોજ કુમારને ગુંડો કહીને ભારત કુમારની ઈમેજ ફક્ત દેખાડો કરતા હોવાની સાથે ઘમંડી કહ્યા હતા.

ટ્રાયલ શો દરમિયાન બોલાવ્યા નહીં એટલે નારાજ થયા હતા
જયા બચ્ચનના આરોપને ફગાવતા મનોજ કુમારે પણ સ્પષ્ટતા કરી હતી કે જયા બચ્ચનને ટ્રાયલ શો વખતે નહીં બોલાવતા નારાજ થયા હતા અને ટ્રાયલ શો ફક્ત એડિટિંગ માટે હતો. ગુડ્ડી ફિલ્મમાં બેસ્ટ અભિનય પછી શોર ફિલ્મમાં લેવાનું નક્કી કર્યું હતું. શોર ફિલ્મના શૂટિંગ વખતે બચ્ચન ગુડ્ડી એટલે જયા બચ્ચને ડેટ કરતા હતા અને અમુક વખતે સેટ પર પણ આવતા હતા. એના પછી જયા બચ્ચને મનોજ કુમાર સાથે કામ કર્યું નહોતું, પરંતુ બચ્ચને રોટી કપડા ઔર મકાનમાં કામ કર્યું હતું.

ઈમરજન્સી વખતે મનોજ કુમારની ફિલ્મ પર લાગ્યો હતો પ્રતિબંધ
શરુઆતના તબક્કે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને અભિનેતા મનોજ કુમાર વચ્ચે બધું બરાબર હતું, પરંતુ ઈમરજન્સી જાહેર થયા પછી અમુક કલાકારોએ તેનો વિરોધ કર્યો હતો. મનોજ કુમારની ફિલ્મ દસ નંબરી રિલીઝ થઈ ત્યારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એના પછી શોર ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, ત્યાર પછી મનોજ કુમારે ફિલ્મ થિયેટરને બદલ સીધી દૂરદર્શન પર રિલીઝ કરી દીધી હતી, એનાથી ડાયરેક્ટરને નુકસાન થયું હતું. કોર્ટમાં કેસ કર્યા પછી ચક્કર કાપ્યા અને અંતે જીત્યા હતા. ઈમર્જન્સી વખતે એક માત્ર અભિનેતા હતા જેમને ઈન્દિરા ગાંધી સામે લડ્યા હતા અને ફિલ્મ બનાવવાની ઓફર આપ્યા છતાં ઠુકરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!