મણિશંકર અય્યરે પોતાના આ નિવેદનને કારણે માગવી પડી માફી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઈ દર બીજા દિવસે કોંગ્રેસ હો યા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ દ્વારા બેફામ નિવેદનો આપવામાં આવે છે ત્યાર બાદ એના અંગે માફી માગી લેવામાં આવે છે. કોંગ્રેસના સૌથી વધુ વિવાદમાં રહેનારા નેતા મણિશંકર અય્યરનું નામ સૌથી પહેલું લેવું પડે, કારણ કે તેમના દ્વારા અવારનવાર નિવેદન આપીને પોતે તો માફી માગે છે પણ તેના કારણે પાર્ટીને પણ સ્પષ્ટતા કરવાની નોબત આવે છે.
ફરી એક વાર મણિશંકર અય્યરે વિવાદાસ્પદ નિવેદન આપીને માફી માગી લીધી છે. વિવાદ વકર્યા પછી કોંગ્રેસ પાર્ટીએ પણ તેમની ઝાટકણી કાઢી છે. તાજેતરમાં ફોરેન કોરસ્પોન્ડટ્સ ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં અય્યરે એક કિસ્સો જણાવતા કહ્યું કે ઓક્ટોબર, 1962માં ચીનની કથિત રીતે ભારત પર આક્રમણ કર્યું હતું.
કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે 1962માં થયેલા ચીન-ભારત યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. આ યુદ્ધ માટે ચીનના આક્રમણ ભૂલથી એટલે કથિત શબ્દનો ઉપયોગ કરવા માટે માફી માગવી પડી હતી. ભારતીય જનતા પાર્ટીએ મણિશંકરના આ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું.
ભાજપની ટીકા પછી કોંગ્રેસ પાર્ટીએ એના અંગે સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે અય્યરે આ મુદ્દે માફી માગી હતી આ અય્યરના નિવેદન સાથે કોંગ્રેસને કોઈ નિસ્બત નથી. જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મે 2020માં ચીનની ઘૂસણખોરી માટે ક્લીન ચીટ આપવાનો આરોપ લગાવ્યો હતો.
ફોરેન કોરસ્પોન્ડન્ટ્સ ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં એક વીડિયોમાં મણિશંકર અય્યરે એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે ઓક્ટોબર 1962માં ચીને કથિત રીતે ભારત પર આક્રમણ કર્યું હતું. આ નિવેદન પછી અય્યરે કરેલી ભૂલ અંગે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં મેં કથિત રીતે શબ્દપ્રયોગ કર્યો તેના અંગે માફી માગી હતી. આ અગાઉ પણ અય્યરે એક ટિપ્પણી એક પુસ્તક નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સના વિમોચનના કાર્યક્રમ વખતે પણ કરી હતી.