માંડુ: સદીઓ જૂની જળસંચયની પ્રણાલીથી જગપ્રસિદ્ધ મધ્ય પ્રદેશનું નગર
આ વર્ષે ચોમાસાએ રંગ રાખ્યો છે, જેમાં અમુક રાજ્યોમાં તો મેઘરાજાએ જળ પ્રલયની નોબત આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તો મોટી જાનહાનિ થવાની સાથે કરોડો રુપિયાનું નુકસાન થયું છે. રાજસ્થાન જેવા રાજ્યમાં વર્ષે માંડ માંડ વરસાદ પડતો હોય, ત્યાં પણ સિઝનનો વરસાદ સારો એવો વરસ્યો છે. ચોમાસાના ચાર મહિના વરસાદી પાણી નદીઓ અને દરિયામાં વહી જાય છે, પરંતુ એનો સંચય કરવાનું સરકાર યા કોઈને પોષાય એમ નથી. પણ દાયકાઓ જ નહીં, સદીઓ પૂર્વે મધ્ય પ્રદેશના માંડુમાં વોટર કન્ઝર્વેશન અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જાણીતું છે. અહીંની પ્રાચીન ઈમારતો, કિલ્લા હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સંગમ કરનાર અને કુદરતી સુંદરતા મન મોહી લેનારી છે, જાણીએ શા માટે દુનિયામાં નામ જાણીતું છે વાત કરીએ.

દરિયાની સપાટીથી 21 ફૂટની ઊંચાઈ પર આવેલા માંડુમાં જળ સંચયની યોજના પડકારજનક હતી, તેથી વર્ષો પહેલા માંડુની ઈમારતોમાં વોટર કન્ઝર્વેશન અને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરી હતી. કહેવાય છે કે આ સિસ્ટમને ડેવલપ કરવા માટે માંડુની ઈમારતોમાં એવી વ્યવસ્થા કરી હતી કે દરેક ઈમારતને પાણીની અછતથી પૂરી કરી શકાય.
વરસાદી પાણીના સંચય માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે, જ્યારે તેના માટે તમામ ઈમારતોને નાની-નાની નહેરથી વરસાદી પાણીને નાના નાના કુંડ અને તળાવમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ દર વર્ષે માંડુના રાજા-મહારાજા અને જનતા કરતી હતી. આ વોટર કન્ઝર્વેશન અને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ આજે માંડુમાં આવેલી છે અને તેને કારણે ઉનાળાના દિવસોમાં પણ પાણીની ક્યારેય અછત પડી નથી.

માંડુમાં કપૂર અને મુંજ તળાવની વચ્ચે જહાજ મહેલ આવેલો છે, જે રેન વોટર હાર્વેસ્ટિંગનું જીવતું જાગતું ઉદાહરણ છે. જહાજ મહેલ પરિસરમાં ચંપા બાવડી અને નહેર ઝરોખાની સાથે માંડુ સ્થિત એક ઈમારતમાં આ સિસ્ટમ જોવા મળે છે. આ સિસ્ટમ માટે એક ઈમારતમાં નાની-નાની નહેરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે એનું કનેક્શન પણ એવું કર્યું છે કે વરસાદનું પાણી નાના-નાના કુંડ અને તળાવમાં જમા કરી શકાય, તેથી માંડુની દરેક ઈમારતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવે છેએવું કહી શકાય. વોટર હાર્વેસ્ટિંગ સિવાય માંડુનો વૈભવશાળી ઈતિહાસ, સુંદર ઈમારતો અને કુદરતી સુંદરતા માટે પણ જાણીતું છે.
માંડુના ઈતિહાસની વાત કરીએ તો મધ્ય પ્રદેશના પહાડી વિસ્તારમાં આઠમી સદીમાં પરમાર વંશના શાસનકાળમાં વસાવ્યું હતું, પરંતુ તેની જળસંચયની પ્રક્રિયા આજે ભારત માટે સૌથી મોટા ઉપદેશસમાન છે. માંડુના કિલ્લા પરિસરમાં વોટર મેનેજમેન્ટ સિસ્ટમમાં લગભગ 1200 પાણીના ટેન્કનો સમાવેશ થાય છે. 1200 ટેન્ક કિલ્લાના પરિસરમાં 70 સ્મારક આવેલા છે. કહેવાય છે કે જહાજ મહેલના પરિસરમાં અનેક કૂવા આવેલા હતા, જેમાં મોટા ભાગનાને બાવડી પણ કહે છે. અંધેરી બાવડી મહેલમાં તાપમાન ઠંડુ રહે છે, જ્યારે 265 ફૂટ ઊંડી ઉજાલા બાવડી મહેલથી દૂર બનાવી હતી, જ્યાંનું બંને કૂવાનું પાણી પીવા અને બીજા કામ માટે પણ થતો હતો.
