ફિલ્મી ઢબે પોલીસ સાથે પાલિકાના પૂર્વ પ્રમુખના દીકરાએ કરી મારપીટઃ વીડિયો વાઈરલ
મંડ્યાઃ કર્ણાટકના મંડયામાંથી એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જ્યાં એક શખસ પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી પર તહેનાત પોલીસ કર્મચારીને થપ્પડ મારી દીધી હતી અને કોલર પકડીને મારપીટ પણ કરી હતી. વાત વણસી ગયા પછી પણ એ શખસે પોલીસની મારપીટ કરવા પર ઉતરી આવ્યો હતો. બીજા પોલીસે પકડ્યા પછી પણ એને પોલીસનો કોલર છોડ્યો નહોતો, જ્યારે તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
મંડ્યામાંથી એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો હતો. એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી પરના તહેનાત પોલીસ કર્મચારી પર હાથ ઉપાડ્યો હતો. આરોપી વ્યક્તિ કથિત રીતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો દીકરો છે. પોલીસ કર્માચારી પર હાથ ઉપાડવાની હરકત બદલ પોલીસે તેને ધરપકડ કરી હતી.
મંડ્યા તાલુકાના પાંડવપુરા પોલીસ સ્ટેશનની ઘટના છે. વીડિયોમાં હાથ ઉપાડનારો આરોપી પોલીસ સ્ટેશનમાં પરિવારમાં ચાલતા જમીન વિવાદ મુદ્દે ફરિયાદ કરવા માટે આવ્યો હતો. એ જ વખતે ડ્યૂટી પરના પોલીસ કોન્સ્ટેબલને આરોપીએ થપ્પડ મારી હતી, ત્યારબાદ તેનો કોલર પણ પકડી લીધો હતો. એના પછી બીજા પોલીસવાળા પર પણ થપ્પડ મારી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસના જવાનોએ આરોપીને પકડી લઈને પછી પરિસ્થિતિ નિયંત્રણમાં લાવ્યા હતા. આરોપીની ધરપકડ કર્યા પછી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી છે.
Who's Fault here ?
Incidents happened in Mandya karntaka.
Man Slaps Policeman In Mandya pic.twitter.com/iLTY0ZJdlK— kumar (@KumarlLamani) December 28, 2024
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊઠાવ્યા હતા. એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીને કઈ રીતે મારપીટ કરી શકે. વીડિયોમાં રીતસર જોવા મળ્યું હતું કે આરોપીએ ફિલ્મી ઢબે પોલીસની મારપીટ કરી હતી. તેને કાયદાનો જરા પણ ડર હોવાનું લાગતું નથી.