March 27, 2026
મનોરંજન

અરબાઝ કે અર્જુન નહીં, આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી મલાઈકા અરોરા, બાથરૂમમાં લગાવ્યા હતા પોસ્ટર…

Spread the love


બોલીવૂડની સ્ટાઈલ આઈકોન મલાઈકા અરોરા તેના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે, પરંતુ તેના ભૂતકાળના એક ‘સિક્રેટ ક્રશ’ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. અરબાઝ ખાન કે અર્જુન કપૂર પહેલા મલાઈકા જે એક્ટરની દીવાની હતી, તે બીજું કોઈ નહીં પણ અનન્યા પાંડેના પિતા અને એક્ટર ચંકી પાંડે હતા. ખુદ મલાઈકા અરોરાએ આ વાતનો ખુલાસો કર્યો હતો, એટલું જ નહીં પણ મલાઈકાએ આ ખાસ વ્યક્તિના ફોટો પોતાના બાથરૂમમાં પણ લગાવ્યો હતો. ચાલો તમને આ વિશે જણાવીએ.

એક ડાન્સ રિયાલિટી શો દરમિયાન હોસ્ટ મનીષ પોલે મલાઈકાના આ સિક્રેટ પરથી પડદો ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું કે મલાઈકા તેના જમાનામાં ચંકી પાંડેની ડાય હાર્ડ ફેન હતી. મનિષ પોલનો આ ખુલાસો સાંભળીને શોના એ એપિસોડમાં ગેસ્ટ તરીકે આવેલા ચંકી પાંડે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જોકે, મલાઈકા અરોરાએ પોતે પણ એ વાત સ્વીકારી હતી કે હું ચંકી પાંડેજીની એટલી મોટી ફેન હતી કે મેં મારા બાથરૂમમાં પણ ચંકીજીના મોટા મોટા પોસ્ટર લગાવ્યા હતા. એટલું જ નહીં, મલાઈકાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે મલાઈકા અને તેની બહેન અમૃતા અરોરા ચંકી પાંડેના ઘરે બ્લેન્ક કોલ્સ કરતા હતા.

મલાઈકાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે ચંકી પાંડે ફિલ્મોની જેમ રિયલ લાઈફમાં પણ ખૂબ જ રમુજી સ્વભાવના હતા. જ્યારે તેઓ જ્યારે ફોન ઉઠાવતા ત્યારે સામેથી જ કહેતા કે હેલો, હું ચંકી બોલું છું, બસ તેમની આ વાત સાંભળીને હું અને અમૃતા બંને એકદમ ઉત્સાહિત થઈ જતા હતા અને અમે ફોન મૂકી દેતા હતા.

હાલમાં મલાઈકા અરોરા હાલમાં તેની લવ લાઈફને કારણે ચર્ચામાં આવતી રહી છે. બોલીવૂડ એક્ટર અર્જુન રામપાલ બાદ હવે એક્ટ્રેસનું નામ બિઝનેસમેન સાથે જોડાઈ રહ્યું છે જોકે, એક્ટ્રેસ આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!