શોકિંગઃ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ કરી આત્મહત્યા, પરિવાર આઘાતમાં
મુંબઈઃ બોલીવુડના જાણીતા પરિવાર અરોરા પરિવારમાંથી આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે. જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોતાની ઘરની ઈમારત પરથી જમ્પ મારીની આત્મહત્યા કરી છે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જોકે આ સમાચારને લઈ બોલીવુડના કલાકારોને આઘાત લાગ્યો હતો. પૂર્વ પતિ અરબાઝ ખાન તાત્કાલિક મલાઈકાના ઘરે પહોંચ્યો હતો.
મળતા અહેવાલ અનુસાર મલાઈકા અરોરાના પિતાએ બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી છે. મલાઈકાના પિતા અનિલ અરોરાએ સવારના નવ વાગ્યાના સુમારે તેમના પોતાના ઘરની છઠ્ઠા માળની ઈમારતની ગેલેરી પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. અનિલ અરોરાએ આત્મહત્યા શા માટે કરી એના અંગે હજુ સુધી નક્કર કારણ જાણવા મળ્યું નથી.
આ બનાવ પછી તાત્કાલિક પોલીસ ઘરે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલના તબક્કે પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી, જ્યારે એવું પણ કહેવાય છે કે મલાઈક અરોરાના પિતા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હતા. મલાઈકા અરોરાના પરિવારમાં અમૃતાની બહેન અને માતા છે. મલાઈકના અરોરાના પિતા હિંદુ છે, જ્યારે માતા કેરળની રહેવાસી ખ્રિસ્તી છે. મલાઈકા છ વર્ષની હતી ત્યારે બંનેના છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તે પોતાની માતા સાથે થાણેથી ચેમ્બુર ગઈ હતી. બહુ ઓછી ફિલ્મો કરનારા મલાઈકાએ આયુષ્માન ખુરાના અને જયદીપ અહલવાતની ફિલ્મ એન એક્શન હીરોમાં જોવા મળી હતી, ત્યાર બાદ આપ જૈસા કોઈ ગીતમાં પણ કામ કર્યું હતું. તેરા હી ખ્યાલ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આગામી દિવસોમાં મલાઈકા અરોરા હાઉસફુલ 5 જોવા મળી શકે છે.
આ સમાચાર મળ્યા પછી અનેક સેલિબ્રિટીઝે દુખ વ્યક્ત કર્યું હતું. અહીં એ જણાવવાનું કે મલાઈકા અરોરાએ વધુ કોઈ ફિલ્મો કરી નહીં હોવા છતાં વ્યક્તિગત લાઈફને લઈ ચર્ચામાં રહે છે. આ અગાઉ મલાઈકા ખાન પરિવારના લાડલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા.