Malaika Aroraએ પહેરી એટલી Expensive Watch કે એમાં આવી જાય….
Malaika Arora Film Industryનું એક એવું નામ છે કે જે ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ અવારનવાર લાઈમલાઈટમાં આવતી જ રહે છે. 50 વર્ષેય 30 વર્ષ જેવી દેખાતી Malailka Arora અત્યારે લાઈમલાઈટમાં આવી એનું કારણ છે તેણે પહેરેલી ઘડિયાળ… હાલમાં જ મલાઈકાને પેપ્ઝે એરપોર્ટ પર સ્પોટ કરી હતી અને એ સમયે તેણે એટલી મોંઘી ઘડિયાળ પહેરી હતી નહીં પૂછો વાત. સોશિયલ મીડિયા પર તેની ઘડિયાળની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ચાલો તમને આ ઘડિયાળની કિંમત વિશે જણાવીએ…

મલાઈકા અરોરાનું ગ્લેમર તો દિવસે દિવસે વધતું જ જાય છે અને તે પોતાની કિલર અદાઓથી ફેન્સના દિલોની ધડકન રોકી દેતી હોય છે. પણ મલાઈકાના ડ્રેસિંગ સેન્સ અને તેની એસેસરીઝ પણ હંમેશા લોકોના આકર્ષણનું કારણ બનતી હોય છે.
વાત કરીએ મલાઈકાએ પહેરેલી ઘડિયાળની તો તેણે દુનિયાની સૌથી ફેમસ ગણાતી કાર્ટિયર બ્રાન્ડની ઘડિયાળ પહેરી હતી અને આ ઘડિયાળની કિંમત આશરે 35,300 યુરો એટલે કે આશરે 31 લાખ 81 હજાર રૂપિયાથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. આટલા પૈસામાં તો તમે આરામથી ચાર-પાંચ ખરીદી શકો છો. મલાઈકાને એરપોર્ટ પર બ્રાઉન કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી અને એ સમયે તેણે કાર્ટિયર બ્રાન્ડની બેલોન બ્લ્યુ ડી કાર્ટિયર વોચ પહેરી હતી.

હીરાજડિત આ ઘડિયાળમાં બ્લ્યુ રંગનો કોબોચોન રત્ન જડવામાં આવ્યો છે અને એને જોઈને એવું લાગે છે કે જાણે નીલમણીને મુગટની જેમ સજાવવામાં આવ્યું હોય. આ સિવાય વ્હાઈટ ડાયમંડ્સ લગાવીને આ વોચને કવર કરવામાં આવી છે જેનાથી આ વોચને રોયલ લૂક મળે છે.
જોકે, આ પહેલી વખત નથી કે મોંઘી અને ડિઝાઈનર વોચ પ્રત્યેનો મલાઈકા અરોરાનો પ્રેમ જોવા મળ્યો હોય. તે અવારનવાર એક્સ્પેન્સિવ ઘડિયાળ સાથે જોવા મળતી હોય છે.
