July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

Malad Icecream કાંડનું પુણે કનેક્શન? સામે આવી ચોંકાવનારી માહિતી…

Spread the love

મુંબઈ: મુંબઈના મલાડ ખાતે એક ડોકટરે ઓનલાઈન ઓર્ડર કરેલી આઈસ્ક્રીમાંથી માણસની આંગળીનો ટુકડો મળી આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ પ્રકરણે મલાડ પોલીસ સ્ટેશનમાં કંપની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ પ્રકરણે મુંબઈ પોલીસ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ આંગળીનું પુણે કનેકશન સામે આવી રહ્યું છે. આ આંગળીનો ટુકડો કોઈ પુણેવાસીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આ આખા પ્રકરણનો ખુલાસો થશે એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ આંગળી પુણે ખાતે આવેલી આઈસ્ક્રીમની ફેકટરીમાં કામ કરતા કોઈ કર્મચારીની હોવાની પૂરેપૂરી શક્યતા છે.

પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે આઈસ્ક્રીમમાંથી આંગળી મળી આવી એ આઈસ્ક્રીમનો લોટ ક્યારે ડિસ્પેચ કરવામાં આવ્યો હતો, કંપનીમાં કેટલા લોકો કામ કરે છે? એની તપાસ કરવામાં આવી રહી હતી. એ વખતે પોલીસને એવું જાણવા મળ્યું હતું કે આ કંપનીમાં કામ કરી રહેલાં એક કર્મચારીને આંગળીમાં ઈજા પહોંચી હતી. કર્મચારીનો ઘાવ પણ એકદમ તાજો જ છે.

જોકે, હવે પોલીસ દ્વારા એ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે ઈજાગ્રસ્ત કર્મચારીની આંગળીનો ટુકડો પડ્યો હતો કે નહીં? પડ્યો હતો તો આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ એની પણ તપાસ કરાઈ રહી છે. જોકે, આ બાબતે હજી આખો દારોમદાર ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ પર છે અને આ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈ પણ માહિતી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!