February 4, 2026
કિચન ટિપ્સધર્મ

મકર સંક્રાંતિ પર ચોખા સિવાય આ રીતે બનાવી શકશો ખીચડી, જાણી લો એક ક્લિક પર…

Spread the love


આજે 14મી જાન્યુઆરી, 2026ના મકર સંક્રાંતિના દિવસે એક અત્યંત દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે ષટતિલા એકાદશી પણ હોવાથી લોકોમાં મૂંઝવણ છે કે જેને કારણે સંક્રાંતિની પરંપરા મુજબ ‘ખીચડી’ ખાઈ શકાય કે નહીં? કારણ કે શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એકાદશીના દિવસે ચોખા (ભાત) ખાવા વર્જિત છે, તો ચાલો જોઈએ કે આ વખતે મકર સંક્રાંતિ પર તમે ચોખા સિવાય કઈ રીતે ખિચડી બનાવી શકો છો.
સામાન્ય રીતે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ મનાવાય છે, પરંતુ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ અને ઉદયાતિથિના આધારે આ વર્ષે ઘણા લોકો 15મી જાન્યુઆરીએ પણ સંક્રાંતિ ઉજવશે. જો તમે 14મી જાન્યુઆરીએ ઉજવણી કરી રહ્યા હોવ તો નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

એકાદશી પર ચોખા કેમ ન ખવાય?
શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાથી પાપમાં વૃદ્ધિ થાય છે અને વ્રત ભંગ થાય છે. આ દિવસે ચોખાનું દાન કરવું પણ વર્જિત માનવામાં આવે છે. પરંતુ મકર સંક્રાંતિ પર ખીચડી ખાવાનું અને દાન કરવાનું અનેરું મહત્વ છે.

એકાદશીના દિવસે કેવી રીતે બનાવશો ‘સંક્રાંતિની ખીચડી’?
જો તમે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવી રહ્યા હોવ, તો તમે ચોખાના બદલે ‘સાત્વિક ખીચડી’ બનાવીને પરંપરા નિભાવી શકો છો. ચાલો જોઈએ તમારી પાસે કઈ કઈ છે

સાબુદાણાની ખીચડી: વ્રતમાં સાબુદાણા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સામો (મોરૈયો): સામો એ એકાદશીના વ્રતમાં ખાઈ શકાય તેવું ધાન્ય છે, જે ખીચડી માટે ઉત્તમ વિકલ્પ છે.
કુટ્ટુ કે પછી મગની દાળ: તમે મગની દાળ કે કુટ્ટુનો ઉપયોગ કરીને પણ ખીચડી બનાવી શકો છો. આ વસ્તુઓ ધાર્મિક દ્રષ્ટિએ શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે, જેનાથી એકાદશીના વ્રતનો ભંગ થતો નથી અને સૂર્યદેવની પૂજાનું ફળ પણ મળે છે.

દાન અને પુણ્યનું મહત્વ
મકર સંક્રાંતિ પર ખીચડીનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે. એકાદશીના સંયોગમાં જો તમે ઉપર જણાવેલી ‘વ્રત વાળી ખીચડી’ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો છો, તો તેનું પુણ્ય અનેકગણું વધી જાય છે. આનાથી ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.

15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ
જે લોકો ઉદયાતિથિને માને છે, તેઓ 15મી જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિ ઉજવશે. આ દિવસે એકાદશી પૂર્ણ થઈ ગઈ હશે, તેથી 15મી જાન્યુઆરીના સામાન્ય ચોખા અને દાળની ખીચડી બનાવીને ખાઈ શકો છો અને તેનું દાન પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!