વાયનાડમાં બચાવ કામગીરી વચ્ચે મહારાષ્ટ્રની દીકરી કેમ ચર્ચામાં આવી?, 31 કલાકમાં પુલ બનાવ્યો
વાયનાડમાં તબાહી વચ્ચે ઝઝૂમીને બચાવ કામગીરી કરનારા જવાનોને સલામ
કુદરતની થપાટમાંથી ધીમે ધીમે કેરળનું વાયનાડ બેઠું થઈ રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર અસરગ્રસ્તોને મદદ કરવા સહાયોની જાહેરાત કરી છે. બીજી બાજુ તમામ એજન્સી પીડિતોને મદદ કરવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યું છે. વાયનાડમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે ચારેક ગામડા જમીનદોસ્ત થયા, જેમાં પાંચ દિવસ પછી પણ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ભૂસ્ખલનમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે સેંકડો લોકો હજુ ગુમ છે. 10,042 લોકો 93 રિલીફ કેમ્પમાં આશ્રય લીધો છે, જ્યારે રેસ્ક્યૂ અભિયાનમાં 1,419 લોકો લાગેલા છે.
ભારે વરસાદ વચ્ચે પણ ભૂસ્ખલનને કારણે નષ્ટ થયેલા પુલોને કારણે લોકો સુધી પહોંચવામાં અવરોધ બન્યો હતો. ભારતીય સેનાએ કોઈ પણ પ્રકારના બ્રેક વિના 31 કલાકમાં બેલી બ્રિજ તૈયાર કર્યો, જ્યારે આ બ્રિજને તૈયાર કરવામાં આર્મીની મેજર સીતા અશોક શેળકેએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જાણીએ મહારાષ્ટ્રની દીકરી સાથે સેનાએ મહામહેનતે બ્રિજ બનાવીને વધુ ખુવારી અટકાવી છે એ કોણ છે અને કઈ રીતે આર્મીએ કામગીરી કરી.
ઈન્ડિયન આર્મીએ નકશામાંથી ગુમ થયેલા ગામડાઓ સુધી પહોંચવા માટે યુદ્ધના ધોરણે બ્રિજ તૈયાર કર્યો અને આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યા પછી વાયનાડની ત્રાસદી વચ્ચે પણ આર્મીની લોકો સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ મેજર સીતાની પ્રશંસા કરી હતી. આ દુર્ઘટનાની વિગતવાર કહીએ તો 30 જુલાઈના સવારે વાયનાડ જિલ્લાના મેપ્પાડીમાં વરસાદ પછી મેપ્પાડી, મુંડક્કઈ ટાઉન અને ચુમલમાલામાં મોટા પાયે ભૂસ્ખલન થયું, જે હજુ પણ બચાવ કાર્ય ચાલી હ્યું છે. ભૂસ્ખલનને કારણે સ્કૂલ અને આસપાસના રહેવાસી વિસ્તારોમાં કિચડ ભરાઈ ગયો, જ્યારે આ ગામનો સંપર્ક પણ તૂટી ગયો. મોટા મોટા પથ્થરો અને કિચડના કાટમાળને કારણે 100 ફૂટ લાંબો કોક્રીટનો પુલ તૂટી ગયો હતો.
આફતના 13 કલાક પછી એનડીઆરએફ અને આર્મીના જવાનોની એક ટીમ નદી પાર કરીને મુંડક્કઈ પહોંચી હતી. મુંડક્કઈ, ચુરલમાલાથી 3.5 કિલોમીટર દૂર છે. ત્યારબાદ ચુરલમાલા અને મુંડક્કઈ વચ્ચે સંપર્ક ઊભો કરવા માટે બ્રિજ બનાવવાનું કામ આર્મીને સોંપવામાં આવ્યું હતું. 10-10 ફૂટ લાંબી પેનલને 20 ટ્રકમાં બેંગલુરુથી ચુરલમાલા મોકલવામાં આવ્યા હતા. એ જ દિવસે ભૂસ્ખલન થયું હતું. આ બનાવ પછી આર્મીએ પરિસ્થિતની સમીક્ષા કરી અને 144 અધિકારીઓને પુલનું કામ શુ કર્યું હતું.
હવામાનના પડકારો અને સાંકડી જગ્યા સહિત અન્ય અવરોધો વચ્ચે આર્મીએ 31 કલાકમાં પહેલી ઓગસ્ટના સાંજે છ વાગ્યે પુલ તૈયાર કરી દીધો હતો. આ બ્રિજના સમાંતર આર્મીએ 100 ફૂટ લાંબો ફૂટઓવર બ્રિજનું કામ શરુ કર્યું હતું. આ બ્રિજ તૈયાર કરવાથી મુંડક્કઈ સુધી પહોંચવાનું સરળ બન્યું હતું. આ બ્રિજ પર ત્રણ મીટર પહોળો અને 24 ટન વજન ઉઠાવવાની ક્ષમતા હતી, તેનાથી બચાવ કામગીરીના અવરોધો દૂર કરી શકાયા હતા.
આ બ્રિજ તૈયાર થયા પછી એમ્બ્યુલન્સથી લઈ રાહત સામગ્રીવાળી ટ્રકોને રવાના કરવામાં આવી હતી, ત્યારબાદ આર્મી અને સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. આ બ્રિજ બનાવવાની જવાબદારી આર્મીના એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ મદ્રાસ એન્જિનિયરિંગે લીધી હતી. બેંગલુરુની વુમેન આર્મી એન્જિનિયરિંગની સીતા અશોક શેળકેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેજર સીતાએ તમામ જવાનોની મદદ અને મહેનતને કારણે કામ શક્ય બન્યું હોવાનું જણાવ્યુ હતું.
મેજર સીતા મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરની ગડિલગાંવની રહેવાસી છે. બાળપણથી સીતાને સૈનિક બનવાની ઈચ્છા હતી અને આર્મીમાં કારકિર્દી બનાવવા માટે ગ્રેજ્યુએશન પછી મિકેનિકલ એન્જિનિયર બની હતી. એન્જિનયર બન્યા પછી 2015માં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે 1એનું એસાઈમેન્ટ પાર પાડવામાં આવ્યું હતું. આ હાઈ-વે પણ ભૂસ્ખલનને કારણે નષ્ટ થયો હતો. વાયનાડની આપદામાં 48 કલાક નિરંતર લોકોએ કામ કર્યું હતું. માંડ ત્રણ મિનિટનો બ્રેક લીધો હતો. સીતાએ કહ્યું કે અમે નુકસાન અને મુશ્કેલીને જોઈને આરામ કરવાનું પણ વિચારી શકતા નહોતા. આપણા આર્મીના જવાનો પહેલાથી કામ કરવા માટે ઉત્સાહી હતા અને અમે પણ તેમને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
આ પણ વાંચો
કેરળમાં કેદારનાથ જેવી આફતઃ 4 ગામ જમીનદોસ્ત, મૃત્યુઆંક વધીને 174