July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર રાજ્યમાં Swine fluનો કહેર: નાશિકમાં એકનું મોત, પુણેમાં ઝિકા વાઇરસના નોંધાયા 2 કેસ

Spread the love

મુંબઈ: મહારાષ્ટ્રમાં એક સાથે બે જીવલેણ બીમારીનું જોખમ વધી રહ્યું છે, જેમાં પુણેમાં ઝિકા વાઇરસના બે કેસ નોંધાયા પછી હવે સ્વાઇન ફ્લૂને કારણે એક નાગરિકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે, તેનાથી પાલિકા પ્રશાસન સતર્ક બની ગયું છે.

નાસિક જિલ્લામાં ગઈકાલે રાત્રે એક 58 વર્ષીય વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મૃત્યુ થયું હતું. સ્વાઈન ફ્લૂના કારણે થયેલા મોત બાદ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા તાકીદ કરી છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં આ જિલ્લામાં સ્વાઈન ફ્લૂના કારણે 10 લોકોના મોત થયા છે.


નાશિક જિલ્લાના નિફાડના 58 વર્ષીય વ્યક્તિની નિફાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી હતી. સારવાર હેઠળ રહેલા વ્યક્તિનું મંગળવારે મોડી રાત્રે મોત થયું હતું. જિલ્લામાં મંગળવારે સ્વાઈન ફ્લૂના વધુ છ કેસ નોંધાયા હતા. આ સાથે નાશિક શહેરમાં સ્વાઈન ફ્લૂથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે અને ગ્રામીણ વિસ્તારોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે.

સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી વહીવટીતંત્રની ચિંતા વધી રહી છે. આરોગ્ય વિભાગ સતત નાગરિકોને એલર્ટ રહેવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવવા અપીલ કરી રહ્યું છે.

આ ઉપરાંત, પુણેમાં પણ બે ઝિકા વાઇરસના કેસ નોંધાતા પાલિકા કમિશનર દ્વારા જરૂરી પગલાં ભરવાની અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!