ફાયદાની વાતઃ Maharashtra Scooters Ltdએ જાહેર કર્યું શેરદીઠ 100 રુપિયાનું ડિવિડંડ
ડિવિડંડ આપનારી કંપનીઓમાં રોકાણ કરનારા લોકો માટે ગૂડ ન્યૂઝ છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડે એક શેર પર 100 રુપિયાથી વધુનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ ડિવિડંડની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે, જેમાં હવે 100 દિવસથી ઓછો સમય બાકી રહ્યો છે. કંપનીની વિગતો જાણીએ. મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડે માર્કેટને જણાવ્યું છે કે એક શેર પર 110 રુપિયાનું વચગાળાનું ડિવિડંડ આપવામાં આવશે અને ડિવિડંડ માટે 25 સપ્ટેમ્બરની અંતિમ તારીખ રહેશે. આગામી અઠવાડિયાથી કંપની માર્કેટમાં એક્સ ડિવિડંડ તરીકે ટ્રેડ કરશે.
કંપનીએ નિરંતર પાંચ વર્ષથી ડિવિડંડ આપ્યું
2024 પહેલા મહારાષ્ટ્ર સ્કૂટર્સ શેરે જૂન મહિનામાં એક્સ ડિવિડંડ સ્ટોકની રીતે ટ્રેડ થયો હતો, ત્યારે કંપનીએ 60 રુપિયાનું ફાઈનલ ડિવિડંડ આપ્યું હતું. ગયા વર્ષે કંપનીએ બે વખત 170 રુપિયાનું ડિવિડંડ રોકાણકારોને આપ્યું હતું. ડિવિડંડના રેકોર્ડની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષથી લાગલગાટ કંપની ડિવિડંડની ફાળવણી કરે છે, તેથી કંપનીનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. લાંબા ગાળાનો ડેટા જોઈએ તો કંપની સતત 24 વર્ષતી ડિવિડંડની જાહેરાત કરે છે.
એક વર્ષમાં 59 ટકાની તેજી જોવા મળી
માર્કેટની વાત કરીએ તો એક મહિનામાં સ્ટોકમાર્કેટમાં મહારાષ્ટ્ર સ્કૂટર્સ શેરે 32 ટકાનું રિટર્ન આપ્યું છે, જ્યારે છ મહિનામાં તો લગભગ 76 ટકાથી વધુ વળતર આપ્યું છે. એક વર્ષ દરમિયાન કંપનીનું પ્રદર્શન પણ એકંદરે સારું રહ્યું હતું. એક વર્ષમાં સરેરાશ શેરના ભાવમાં 59 ટકાની તેજી જોવા મળી હતી. મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડના શેરના ભાવમાં આજે પણ પોણો ટકાથી વધુ સુધારો જોવા મળ્યો છે.
13,845 કરોડની માર્કેટ કેપ છે કંપનીની
કંપનીના શેરની એક વર્ષની સરેરાશ ચાલ જોવામાં આવે તો બાવન સપ્તાહના તળિયે શેરનો ભાવ 6,702 રુપિયા હતો, જ્યારે એક વર્ષની ટોચની સપાટીનો ભાવ 12,460 રુપિયા છે. ઓટોમોબાઈલ અગ્રણી સ્ટોકનું માર્કેટ કેપ 13,845 કરોડ રુપિયાનું છે.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)