મુંબઈ કોનું? એક્ઝિટ પોલમાં ભાજપનો દબદબો, ઠાકરેના ગઢમાં ગાબડું પડશે, કારણ?
29 નગર પાલિકાના એક્ઝિટ પોલના આંકડા જાહેર: મરાઠી અને મુસ્લિમ મતોનું સમીકરણ કોની બાજી બગાડશે?
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત રાજ્યની 29 નગર પાલિકાની મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ. નવ વર્ષ પછી મુંબઈમાં યોજવામાં આવેલી ચૂંટણીના પરિણામ પર સૌની નજર ટકેલી છે. આજે સાંજના ચિત્ર ક્લિયર થશે, પરંતુ એક્ઝિટ પોલે મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના રિઝલ્ટનું ચિત્ર ક્લિયર કર્યું છે. એક નહીં, આઠ એક્ઝિટ પોલે ભાજપની તરફેણમાં સૌથી વધુ મત મળી શકે છે, જ્યારે ઠાકરે બંધુની સાથે કોંગ્રેસ માટે નબળું પરિણામ મળી શકે છે.
મુંબઈની 227 બેઠક પર બહુમતી માટે 114 બેઠક જરુરી છે, જ્યારે પરિણામ પૂર્વે એક્સિસ માય ઈન્ડિયા, ડીવી રિસર્ચ, જેવીસી, લોકશાહી મરાઠી-રુદ્ર, જનમત, જેડીએસ, પોલ મિત્રા અને સામ ટીવીનો સમાવેશ થાય છે. 2017માં શિવસેનાને ભાજપ કરતા બે વધુ બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને 31 અને એનસીપીને અન્ય પાર્ટીની કૂલ મળેલી સીટ કરતા ઓછી સીટ મળી હતી. બીએમસીની ચૂંટણીમાં 227 વોર્ડ્સ છે, જ્યાં 1,700 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 822 અને 878 મહિલા છે.
ખેર ભૂતકાળની વાત પડતી મૂકીએ પણ સરેરાશ ભાજપની મહાયુતિને 131-151, યુબીટીને 58-68, કોંગ્રેસને 12-16 અને અન્ય પક્ષોને 6-12 સીટ મળવાનું એક્સિસ માય ઈન્ડિયાએ અંદાજ વ્યક્ત કર્યો છે. એનાથી બીજું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે યુબીટી ગઠબંધનને 49 ટકા મત મરાઠી મતદારના મળી શકે છે, જ્યારે 30 ટકા ભાજપને મળી શકે છે. કોંગ્રેસને આઠ અને અન્યને 13 ટકા મરાઠી મતદારના મત મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. એનાથી બીજી બાજુ નોન-મરાઠી વોટનું ધ્રુવીકરણ થયું હોવાથી હિન્દી ભાષી, ગુજરાતી-મરાઠી અને દક્ષિણ ભારતીયના મતનું વિભાજન થઈ શકે છે, પરંતુ યુબીટીની તુલનામાં મહાયુતીને વધુ મળી શકે છે.
એના સિવાય ધર્મના આધારે વાત કરીએ તો કોંગ્રેસ ગઠબંધનને મુસ્લિમ મત વધુ મળી શકે છે. 41 ટકા મત કોંગ્રેસ એલાયન્સને મળી શકે છે, જ્યારે યુબીટી ગઠબંધનને 28 ટકા, 12 ટકા ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને મળી શકે છે. બીજી બાજુ 19 ટકા મુસ્લિમ વોટ અન્ય પાર્ટીના ખાતામાં મળી શકે છે. એના સિવાય આગળ કહ્યું તેમ ઉત્તર ભારતીયના વોટનો મોટો હિસ્સો 68 ટકા મળી શકે છે, જ્યારે યુબીટી ગઠબંધનને 19 ટકા, કોંગ્રેસને બે ટકા તથા અન્યને 11 ટકા મળવાની અપેક્ષા છે.
ટૂંકમાં, પરિણામ પૂર્વે એક્ઝિટ પોલે ચિત્ર ક્લિયર કર્યું છે, જે આજે રાત સુધીમાં સ્પષ્ટ થવાની શક્યતા છે, પરંતુ વિભાજનનું રાજકારણ આ વખતે ત્રણ દાયકા સુધી સત્તા રહેનારી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને ભારે પડી શકે છે. ચૂંટણી પ્રચાર વખતે ઠાકરેબંધુઓ વિકાસને બદલે ફક્ત લોકોને ભાંડવામાં કાઢ્યા છે, જેમાં ઉદ્યોગપતિઓથી લઈને ભૈયા અને દક્ષિણ ભારતીયોની પણ નારાજગી વહોરી લીધી છે, જેનું પરિણામ જનતાએ આપશે, શું કહો છો?
