February 13, 2026
મહારાષ્ટ્ર

મહિલાઓને પગભર બનાવવા માટે મહારાષ્ટ્ર સરકારે વધુ એક નવી યોજના કરી જાહેર

Spread the love

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ પક્ષ પોતાના મતદારોને રિઝવવાનું ચાલુ કર્યું છે, જેમાં મહારાષ્ટ્ર સરકાર એ જ પ્રયાસમાં છે. મહારાષ્ટ્રમાં મહિલાઓને રિઝવવા માટે પહેલા લાડલી યોજના જાહેર કરી હતી, ત્યારબાદ લાડલા ભાઉ યોજના થકી શિક્ષિત યુવાનોને પગભર બનાવવાની યોજના જાહેર કરી હતી. હવે જરુરિયાતમંદ સાહસિક મહિલાઓ માટે પિંક રિક્ષા યોજનાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પિંક ઈ-રિક્ષાની જાહેરાત કરી હતી. આ યોજના મારફત રાજ્યની લગભગ 10,000 મહિલાઓને ફાયદો થશે. પિંક-ઈ રિક્ષા યોજના અન્વયે પાત્ર મહિલાઓને 20 ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવશે.
રાજ્ય સરકારની આ યોજના અન્વયે મહિલાઓને શહેરોમાં રોજગારી પણ મળશે અને આર્થિક રીતે પગભર બની શકશે. આ યોજના પહેલા મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મુખ્ય મંત્રી લાડલી બહિન યોજનાની જાહેરાત કરી હતી. લાડલી બહિન યોજનામાં 20થી 65 વર્ષની મહિલાઓને 1,500 રુપિયા આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાની શરુઆત પહેલી જુલાઈથી થઈ છે, જ્યારે અરજી માટે અંતિમ તારીખ 31 ઓગસ્ટ નક્કી કરી છે.
પિંક ઓટો યોજના અન્વયે રાજ્ય સરકાર રાજયની તમામ પાત્ર મહિલાઓને ઈ-રિક્ષા ખરીદવા માટે મદદ આપશે એના માટે મહત્તમ સહાયની રકમ 80,000 રુપિયા આપવામાં આવશે. આ યોજના અન્વયે લાભાર્થી મહિલા મહારાષ્ટ્રની રહેવાસી હોવી જોઈએ, જ્યારે લાભાર્થી મહિલા પાસે કાયદેસર લાઈસન્સ પણ હોવું જોઈએ.
આ ઉપરાંત, યોજનાનો લાભ 17 શહેરની 10,000 મહિલાને ફાયદો થશે. જરુરિયાતમંદ મહિલાને સરકાર રિક્ષા ખરીદવા માટે 20 ટકા ભંડોળ આપશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો મહિલાઓને પગભર બનાવવાનો છે. આ યોજના અનવ્યે સરકાર મહિલાને 20 ટકા સરકારી અને 70 ટકા બેંક લોન ઉપલબ્ધ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!