June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝબિઝનેસમની મેનેજમેન્ટમહારાષ્ટ્ર

મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં મહારાષ્ટ્ર મોખરેઃ દિલ્હી અને ગુજરાતનો ક્રમ જાણો

Spread the love

મુંબઈઃ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રોકાણ કરવામાં મહારાષ્ટ્રના લોકો અવ્વલ છે. ત્યાર પછી દિલ્હી અને ગુજરાતના લોકોનો ક્રમ છે. ભારતના સૌથી મોટા સ્ટેટ ઉત્તર પ્રદેશ (યુપી) છઠ્ઠા ક્રમે અને 16મા સ્થાને બિહાર આવે છે. મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત રિપોર્ટમાં જણાવાયું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં મોટા શહેરના લોકો વધારે રોકાણ કરે છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સમાં રોકાણ વધી રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં મહારાષ્ટ્રના લોકો મોખરે છે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે દિલ્હી અને ગુજરાતનો ક્રમ આવે છે. સપ્ટેમ્બર, 2024ના આંકડા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ એસેટ્સનો 56 ટકા હિસ્સો ભારતના ત્રણ રાજ્યનો છે, જેમાં એયુએમમાં મહારાષ્ટ્રની વધારે છે.
સપ્ટેમ્બર 2024 સુધીમાં મ્ચુચ્યુઅલ ફંડ સેક્ટરના કૂલ 67.09 લાખ કરોડ રુપિયાના એયુએમમાં મહારાષ્ટ્રનું યોગદાન 27.49 લાખ કરોડ રુપિયા હતું, ત્યાર બાદ 5.49 લાખ કરોડ રુપિયા સાથે દિલ્હી અને 4.82 લાખ કરોડ રુપિયાના વોલ્યુમ સાથે ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં બિહારનો પણ ક્રમ આવે છે. સૌથી મોટા સ્ટેટ ઉત્તર પ્રદેશ (યુપી)ના 3.23 લાખ કરોડના રોકાણ સાથે છઠ્ઠા ક્રમે છે, જ્યારે દેશના આર્થિક-શિક્ષિત રીતે પછાત રાજ્ય બિહારમાં પણ લોકોમાં ઉદ્યોગજગતના રોકાણમાં રસ ધરાવનારાની સંખ્યા વધી છે.
બિહાર રાજ્યએ 69,000 કરોડ રુપિયાના રોકાણ સાથે 16મા ક્રમે રહ્યું છે. ટકાવારીના હિસાબથી જોઈએ તો ત્રિપુરાની કૂલ એયુએમના લગભગ 92 ટકા ઈક્વિટી ફંડથી આવ્યું હતું, ત્યાર બાદ જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને અંદામાન નિકોબારનો પણ ક્રમ આવે છે, જ્યાંથી 91 ટકા એસેટ્સ ઈક્વિટી ફંડમાંથી આવી હતી. બેંકિંગ, સ્ટીલ અને પેટ્રોલિયમ ગેસ શેરના ભાવમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ-નિફ્ટી ઈન્ડેક્સમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં ગઈકાલે 694 પોઈન્ટ અને નિફ્ટીમાં 217 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!