February 20, 2026
મહારાષ્ટ્રમુંબઈ

મહારાષ્ટ્રમાં દસમા ધોરણ(SSC)નું પરિણામ સોમવારે જાહેર થશે

Spread the love

મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મહારાષ્ટ્રમાં એચએસસી બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યા પછી હવે આગામી સોમવારે દસમા ધોરણ (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવશે, એમ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી (એમએસબીએસએચએસઈ) વતી જણાવ્યું છે કે દસમા ધોરણનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ maharesult.nic.in પર રોલ નંબર ઓપરેટ યા લખીને પોતાનું પરિણામ જાણી શકશે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેન્કડરી એન્ડ હાયર સેકન્ડરી વતી જણાવ્યું છે સોમવારે બપોરના એક વાગ્યાના સુમારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈ
રિઝલ્ટ પર પણ જોઈ શકે છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર બોર્ડના રિઝલ્ટની ડાયરેક્ટ લિંક પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર બોર્ડ એએસસીનું દસમાની પરીક્ષા પહેલી માર્ચથી 26મી માર્ચ સુધી યોજવામાં આવી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે 17 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. એસએસસીની પરીક્ષામાં પાસ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક પ્રાપ્ત કરવાનું અનિવાર્ય છે. આ ઉપરાંત, ઓછામાં ઓછા માર્ક મળ્યા પછી વિદ્યાર્થીને કમ્પાર્ટમેન્ટ એક્ઝામ આપવાની પણ તક અપાશે.
બોર્ડની વેબસાઈટ પરથી માર્કશીટ કઈ રીતે ડાઉનલોડ કરશો.
મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઈટ પર કિલક કર્યા પછી તમે દસમા ધોરણના રિઝલ્ટની લિંક પર કિ્લક કરો. તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. નવું પેજ ખૂલ્યા પછી જરુરી માહિતી સબમિટ કરો. એના પછી વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઈટ પરથી તમે કામચલાઉ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો. આમ છતાં ઓરિજનલ માર્કશીટ માટે થોડા દિવસ રાહ જોવી પડશે.
મહારાષ્ટ્રમાં એચએસસી બોર્ડના રિઝલ્ટમાં છોકરીઓએ બાજી મારી હતી, જ્યારે 97 ટકા કોંકણ બોર્ડે અવ્વલ રહ્યું હતું. સમગ્ર ડિવિઝનમાં સૌથી ઓછું પરિણામ મુંબઈનું આવ્યું હતું. આ વખતે પણ દસમાના બોર્ડની પરીક્ષામાં કોણ બાજી મારશે એ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!